કોંગ્રેસ માટે એક વફાદાર ની ઇમેજ ધરાવતા ઉમાકાંત માંકડ વારંવાર કોંગી નેતાઓ ની થતી ભૂલો મોઢા ઉપર જ સંભળાવતા અને સોશિયલ મીડિયા ઉપર મુકવાની વાત થી કંટાળી ગયેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આખરે માંકડ ને સસ્પેન્ડ કર્યા છે. નોંધનીય છે કે માંકડને કોંગ્રેસ દ્વારા વિચાર વિભાગના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. આ જવાબદારી દરમિયાન તેઓ પક્ષ વિરોધી લખાણ સોશિયલ મીડિયામાં અવારનવાર લખતા હોવાનો કોંગ્રેસે કારણ રજૂ કરીને તેમને સસ્પેન્ડ કર્યા હોવાની વાત મીડિયા રિપોર્ટ્સ માં બહાર આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિચાર વિભાગના પ્રમુખ તરીકે ઉમાકાંત માંકડને જવાબદારી સોંપાઈ હતી. માંકડ કોંગ્રસ કાર્યાલયમાં કડવું અને આખું બોલવા માટે જાણીતા હતા. જોકે, તેમનું કડવું અને આખું બોલવાની પદ્ધતિને પક્ષના નેતાઓ તેમની વફાદારીને ધ્યાનમાં રાખીને ગણતરીમાં લેતા નહીં. જોકે, પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડા આવ્યા પછી વિચાર વિભાગના વડા માંકડને ગંભીર જવાબદારી અપાઈ હતી. તેમ છતાં પણ તેઓ સોશિયલ મીડિયામાં પણ કોંગ્રેસ વિરોધી લખાણ લખતા હતા.આ અંગે તેમને ચીમકી અપાઈ હોવા છતાં કોંગ્રેસ વિરોધી લખાણ લખવાનું બંધ ન કરતા છેવટે અમિત ચાવડાએ તેમને સસ્પેન્ડ કર્યા છે.
કાર્યાલયમાં જ નેતાની ટીકા કરતા
ઉમાકાન્ત માંકડ આખું બોલવા માટે અને સત્ય જાહેર કરવા માટે કોઈનાથી ડરતા ન હતા. કોઈ પણ નેતાની ભૂલ હોય તો તેમની ટીકા કોંગ્રેસ કાર્યાલયમાં જ જાહેરમાં કરતા હોવાના કારણે આખરે તેઓ ને સસ્પેન્ડ કરી દેવાતાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે.
Saturday, May 4