લોકડાઉન આવતા લોકો બેકાર થઈ ગયા છે બધું ઠપ્પ થઈ ગયું છે ત્યારે શાળા ની ફી, મકાન ભાડા, લાઈટ બિલ અને વિવિધ હપ્તા ના ટેંશન લોકો ઉપર હાવી થઈ ગયા છે. ત્યારે સરકાર ને ગ્રાઉન્ડ ઉપર આ બધી સમસ્યાઓ માં તત્કાળ રાહત ની માંગ ઉઠી રહી છે પરંતુ કમનસીબે એવું થયું નથી.
આ બધા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા માં પારડી તાલુકા માં આવેલ મોટા વાઘછીપા સાર્વજનિક કેળવણી મંડળ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળા ના સંચાલકો વાલીઓ ની વેદના સમજી આગળ આવ્યા છે અને એક્સાથે 900 વિદ્યાર્થીઓ ની ફી માફ કરી દેતા લોકો આ સ્કૂલ ના નિર્ણય થી અભિભૂત થયા છે હવે સરકાર સ્કૂલ ને રાહત આપે તેવી વાલીઓ માં માંગ ઉઠી છે.
આ શાળા એ પ્રવેશ ફી ના આગળ ના 3 મહિના ની ફી માફ કરી દીધી છે અને નવા સત્ર ની ફી માફ કરી ફી માટે કોઈ દબાણ કર્યું નથી ત્યારે આ શાળા ના નિર્ણય બાદ અન્ય શાળાઓ પણ આગળ આવે તેવી આશા ઉભી થઇ છે ,શાળાઓ સરકાર પાસે રજુઆત કરી રાહત માંગી શકે પણ વાલીઓ ને રાહત મળે તે જરૂરી છે.
Thursday, May 9