જૂનાગઢમાં દેમાર વરસાદ પડી રહ્યો છે પરિણામે ડેમ અને જળાશયો ઓવરફલો થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના વાવડ છે સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આજે દેમાર વરસાદ પડતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
ભારે વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા માર્ગ શોધવો મુશ્કેલ બન્યો હતો. પાણી વહેતા જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદના કારણે ગિરનારના પગથિયા પરથી વહેતા થયા હતા.
ગિરનાર પર ભારે વરસાદના કારણે જૂનાગઢની કાળવા, લોલ, સોનરખ અને ઓજત નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
ગિરનાર પર વરસેલા વરસાદના કારણે ભવનાથ અને દોલતપરા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.
જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે શહેરને પાણી પુરું પાડતો હસનાપુર ડેમ ઓવરફ્લો થતા હેઠવાસમાં આવેલા ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.