રાજ્યમા ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો મુખ્યમંત્રીના હસ્તે રાજ્યવ્યાપી પ્રારંભ થવા સાથે જ ડાંગ જિલ્લામાં પણ કુકકડનખી ગામે ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઇ પટેલ દ્વારા ખાપરી નદી ઉપર ચેકડેમ રિપેરીંગ તેમજ તળાવ ઊંડું કરવાના કામ સાથે ‘જળ સંચય અભિયાન-2023’ નો પ્રારંભ થયો છે.
ડાંગ જિલ્લામા ચેકડેમ રિપેરીંગ અને ઉંડા કરવાનુ તથા સંગ્રહ તળાવ રિપેરીંગ અને ઉંડા કરવાના કામ મળી કુલ 93 કામો રૂ. 1243.46 લાખના ખર્ચે કરાશે.
પાણી પુરવઠા વિભાગ દ્વાર એરવાલ્વ રિપેરીંગ, સંપ, ટાંકાની સફાઇના 3.85 લાખના 27 કામ કરાશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ ચેકડેમ ડીસિલ્ટીંગના અને ખેત તલાવડીના 161.80 લાખના કામો કરાશે, જેના દ્વારા 51.25 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે તેમજ વન વિભાગ દ્વારા નવીન ચેકડેમ,ચેકવોલ અને વન તલાવડી બનાવવાના 64.71 લાખના 17 કામ કરાશે, જેના થકી વન્ય પ્રાણીઓને પીવાના પાણીનો લાભ મળશે. આમ વર્ષ 2023મા રૂ.1513.42 લાખના ખર્ચે 244 કામો કરાશે, જેના થકી 250 લાખ લીટર પાણીનો સંગ્રહ થશે અને 485 હેક્ટર કરતા વધુ સિંચાઇનો લાભ મળી શકશે.