વલસાડ અને સંઘ પ્રદેશમાં કોરોના વકર્યો છે જેમાં દમણના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ કોરોના પોઝીટિવ આવતા તેઓ ને મુંબઈ ખાતે કોવિડ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સારવાર દરમિયાન કરૂણ મોત થયું હતું.
વલસાડ નજીક આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ કોરોના એ આતંક મચાવ્યો છે જેમાં દમણના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ પણકોરોના સંક્રમિત થતા તેઓ ને તાત્કાલિક સારવાર માટે મુંબઈ લઈ જવાયા હતા જ્યાં પાંચ દિવસની સારવાર બાદ દમણના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલ નું કરૂણ મોત થતા સંઘ પ્રદેશ માં ગમગની પ્રસરી ગઈ છે.
કોંગી અગ્રણી ડાહ્યાભાઈ પટેલ બે ટર્મ દમણથી સાંસદ રહી ચૂક્યા હતા તેઓ દમણના કોળી પટેલ સમાજના પ્રમુખ પણ હતા તેઓ ના નિધન ને પગલે સર્વત્ર શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
Tuesday, April 30