દમણ માં પ્રસાશન ના પરિપત્ર મુજબ પગાર નહિ ચૂકવાતા ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝના 1400 કામદારો એ હોબાળો મચાવતા આખરે પગાર નિયમ મુજબ ચૂકવવા ખાત્રી મળતા કામદારો એ હડતાળ સમેટી હતી.
વિગતો મુજબ સંઘપ્રદેશ પ્રશાસને હાલમાં જ કામદારોના વેતનમાં વધારો કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. જોકે,
દમણના કચીગામ સ્થિત ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં (યુનિટ 4) ના 1400 જેટલા કામદારોએ હડતાળ પાડી હોબાળો મચાવ્યો હતો.
કચીગામની ફલેર કંપનીમાં નિયમ મુજબ પગાર નહી આપતા મોટી સંખ્યામાં મહિલા કામદારોએ વિરોધ કરી સામૂહિક હડતાળ ઉપર ઉતરી જતા જવાબદારો દોડતા થઈ ગયા હતા.દરમ્યાન લેબર ઓફિસર અને પોલીસે મધ્યસ્થી કરી મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ સમાધાન થતાં અને નિયમ મુજબ પગાર ની ખાત્રી અપાતા કામદારો એ હડતાળ સમેટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કામદારો માટે નવા લઘુતમ વેતનનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 1લી એપ્રિલથી કુશળ કારીગરને દૈનિક વેતન મુજબ 356.20 રૂપિયા, અર્ધકુશળ કારીગરને 348.20 રૂપિયા, બિનકુશળ કારીગરને 340.20 રૂપિયા વેતન ચૂકવવું ફરજીયાત છે.
ત્યારે હવે કામદારો માં જાગૃતિ આવી ગઈ હોવાથી પોતાના અધિકાર અને હક્ક અંગે વિરોધ કરી વેતન નો લાભ મેળવતા થયા છે.
Tuesday, April 30