રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની 4 બેઠકો પર 172માંથી અત્યાર સુધીમાં કુલ 170 મત પડ્યા. ભાજપના તમામ 103, કોંગ્રેસના 65, 1 અપક્ષ, 1 NCPના ધારાસભ્યોએ મતદાન કર્યુ. હવે માત્ર BTPના 2 ધારાસભ્યોનુ મતદાન બાકી હોવાના અહેવાલ છે.
આજેવિધાનસભા ભવન ફ્લો૨ નં.4 પ૨ મતદાન સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું. હવેભાજપ અને કૉંગ્રેસનાં ધારાસભ્યોનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે કિંગ મેકર BTP(ભારતીય ટ્રાયબલ પાર્ટી)નું મતદાન જ બાકી છે. સવારથી લઈ અત્યાર સુધીમાં ક્રોસ વોટિંગ કે બીજી ગેરરીતિની કોઈ ફરીયાદ નોંધાઈ નથી. જો કે નિયમ મુજબ 4 વાગ્યા સુધી પોલિંગ બુથ ચાલુ રહેશે. NCP અને અપક્ષે પણ મતદાન કરી દીધું છે.
4 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ5 વાગ્યાની આસપાસ મતગણતરી પણ શરૂ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. બપોર સુધીમાં172 ધારાસભ્યમાંથી 108 ધારાસભ્યએ મતદાન કર્યું છે. જેમાં કોંગ્રેસના 41, ભાજપના 66 અને NCPના 1 મતનો સમાવેશ થાય છે.આમ હાલ ભારે રસાકસી નો માહોલ છે