રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, વરસાદના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાયા છે.
ગાંધી બ્રિજ નીચે આવેલા પુસ્તક બજારમાં પાણી ભરાયા હતા જ્યારે કાલુપુર રેવડી બજાર માર્કેટની દુકાનોમાં પણ પાણી ભરાયા હતા.
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે.
સવારથી જ અમદાવાદમાં ડિબાંગ વાદળો છવાયા છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, વેજલપુરમાં સહિતના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદના અહેવાલ છે.
કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ ગયો છે. રાપર તાલુકાના રામવાવ, ખેંગારપર સહિત ભચાઉના ભરૂડિયા સહિતના વિસ્તોરમાં વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા, રવાપર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અબડાસાના ખીરસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
જામનગરમાં બે દિવસમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે.
બગોદરાથી બાવળા વચ્ચે ધોધમાર વરસાદના અહેવાલ છે.
આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને જામનગરમાં ભારે વરસાદની આગાહી થઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લાઠીની ગાગડીયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તો અબડાસાની ખારી નદી બે કાંઠે વહી રહી છે તેમજ રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફ્લોની તૈયારીમાં છે. પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડ્યો ર છે. હારીજમાં બે કલાકમાં બે ઇંચ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.