રાજ્યમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લામાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાત પર ઓક્ષો ટ્રફ ખુબ મજબૂત છે અને 750 HPA લેવલે સીયરઝોન સર્જાયો છે. તેથી બંગાળની ખાડીમાં બનેલ લોપ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.
આજે સોમવારથી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં 27થી 30 વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ અને પૂર્વ ગુજરાતરના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા ,છોટાઉદેપુર, ગોધરા પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે.
સૌરાષ્ટ્રમાં 27 જૂનની આસપાસ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટના તાલુકાઓમાં પણ વરસાદ પડશે જ્યારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસાનો રવિવારથી વિધિવત પ્રારંભ થઇ ગયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણીની તૈયારીઓમાં લાગ્યા છે.