મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે આવેલા શ્રી હનુમાન દાદાનુ મંદિર ખાતે દર વર્ષે જન્માષ્ટમીના રોજ ભરાતો મેળો બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.આમ સરકારના આદેશ મુજબ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.આમ કોરોનાની ગાઇડલાઇનુ પાલન કરીને મંદિર દર્શન માટે ખુલ્લુ રાખવામાં આવ્યુ હતુ.
લુણાવાડા તાલુકાના મલેકપુર ગામે સુપ્રસિદ્ધ, વિશ્વ વિખ્યાત,સુપ્રસિદ્ધ સ્વયંભુ બ્રહમસ્વરુપ મૂર્તિ ધરાવતું હનુમાનજી મંદિર આવેલું છે. આ મંદિરે,દર વર્ષે,શ્રાવણ વદી 08(આઠમ) નો જન્માષ્ટમીનો મેળો ભરાતો હતો,પણ ચાલુ સાલે કોવિડ-19 ને લીધે,સરકારશ્રી ની ગાઇડલાઇન પ્રમાણે અને,સમગ્ર વિશ્વમાં કોરોનાએ માજો મૂક્યો હતો પણ હાલ છેલ્લા થોડા સમય કોરોના કેસનું પ્રમાણ ઓછું છે છતાં ક્યારેક વણસી ન જાય,તે હેતુથી મલેકપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટી ગણ,અને મહારાજ દ્વારા સર્વ સંમતિથી નિર્ણય લીધા બાદ તા-30-08-21 ને સોમવારના રોજ ભરાતો જન્માષ્ટમીનો મેળો બંધ રાખવામાં આવ્યો હતો.જેની દરેક વેપારી વર્ગે ધ્યાનમાં લઈને ,સહકાર આપવા વિનંતી કરવામાં આવી હતી.આમ શોશયલ ડીસ્ટનનુ પાલન રાખીને દર્શન માટે મંદિર ખૂલ્લું રાખવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો”.