વલસાડ માં રહેણાંક વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનતા સ્થાનિક રહીશોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને બાજુમાં આગ વધુ પ્રસરવાની ભીતિ ઉભી થતા તંત્ર દોડતું થઈ ગયું હતું અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર દોડી ગયા હતા.
વલસાડના કૈલાશ રોડ, શેઠિયા નગર સ્થિત સાઈ લીલા એપાર્ટમેન્ટ ના એક ફ્લેટ માં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.
આગ અંગે તત્કાળ વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો સ્થળ ઉપર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેતા આસપાસના લોકોમાં હાશકારો થયો હતો.
આગ લાગવાનું કારણ ગેસ પાઇપ લાઇન લીકેજ થતાં આગ લાગી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આગ ને કારણે ઘરમાં રહેલો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી અને પરિવાર નો આબાદ બચાવ થયો હતો.