વલસાડ માં UK થી આવેલી મહિલા કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી છે.હાલ માં બ્રિટન માં કોરોના વાયરસ નું નવું રૂપ જોવા મળ્યું છે ત્યારે ભારત માં આવનાર મુસાફરો નું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે તેવે સમયે વલસાડ માં યુકે થી આવેલી મહિલા કોરોના પોઝીટીવ આવતા ચકચાર મચી ગઇ છે, પારડી ની ગાયત્રી સોસાયટી ખાતે આવેલ એક 66 વર્ષીય મહિલા પોઝીટીવ હોવાની વાત સામે આવી છે.જોકે આ મહિલા 30 નવેમ્બર 2020 ના રોજ અહીં આવ્યા હતા પરંતુ તંત્ર કોઈ કસર છોડવા માંગતું નથી અને કોરોના પોઝીટીવ નો આ કેસ યુકે થી આવેલી મહિલા નો હોઈ દોડધામ મચી છે અને કોરોનાવાઇરસ નું સ્ટેન જાણવા સેમ્પલો લઈ NIV પુણે ખાતે મોકલવા માં તજવીજ હાથ ધરાઈ છે.
ત્યાર બાદ વાઇરસ ના સ્ટેન વિસે જાણકારી મળશે
માહિલા ના સમ્પર્ક માં આવેલ લોકો ને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. હાલ યુકે થી 21 લોકો વલસાડ આવ્યા છે તે પૈકી 9 નું ટેસ્ટીગ કરાયું છે. બાકીના નું ટેસ્ટિંગ ચાલુ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
Saturday, May 4