રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકના બનાવ વધી ગયા છે અને રોજ બરોજ એટેકના કિસ્સાઓમાં વધારો થયો છે ત્યારે વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં 45 વર્ષના પીએસઆઈનું હાર્ટ એટેકથી નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
45 વર્ષીય પીએસઆઈ કે.એન.કલાલને આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. તેઓ છેલ્લા 10 મહિનાથી વિરમગામ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા.તેઓ અમદાવાદ શહેર એસોજીમાં પણ સેવા આપી ચૂક્યા છે.
રાજ્યનાં હાર્ટ એટેકના બનાવો રોજે રોજ વધી રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકના બનાવોમાં ઉછાળો આવતા લોકો ચિંતિત બન્યા છે.