સુરેન્દ્રનગરના નવાગામ પાસે સીએનજી ટેમ્પોમાં ગેસનો બાટલો ફાટતા પિતા-પુત્રના ટેમ્પોમાંજ કમકમાટીભર્યા મોત થઈ ગયા હોવાનો બનાવ બનતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના નવાગામ નજીક સીએનજી ગેસ ધરાવતા છોટા હાથી ટેમ્પોમાં જોરદાર બ્લાસ્ટ થતા ટેમ્પોમાં સવાર પિતા-પુત્ર જીવતા ભડથું થઇ જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
વિગતો મુજબ સાયલા તાલુકાના નવાગામ નજીક સવારે છોટા હાથી ટેમ્પામાં સીએનજી ગેસનો બાટલો ફાટતા વીછીયા તાલુકાના ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી અને અમિતભાઇ લાલજીભાઇ ખોરાણીના ટેમ્પોમજ કરૂણ કમકમાટીભર્યા મોત નિપજતા મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા સાથે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.