ઉત્તરાયણ પર્વ ઉપર ચાઈનીઝ દોરીનો ઉપયોગ થવાની બાબત ગંભીર બની છે કારણે આ દોરી ઘાતક બની રહી છે અને લોકોના ગળા કપાઈ રહયા છે અને મોત થઈ રહયા છે ત્યારે
આજે ગુજરાત હાઇકોર્ટમાં ચાઈનીઝ દોરી મામલે ખાસ સુનાવણી થઇ હતી. આજે રાજ્ય સરકારે બીજીવાર સોગંદનામું રજૂ કર્યું હતું. સાથે જ એફિટેવિટ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે સરકારને ચાઈનીઝ દોરીથી થતી દુર્ઘટનાને રોકવા નિર્દેશ કર્યો છે.
હાઇકોર્ટે નાઈલોન, ચાઈનીઝ દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવવા સહિત સ્કૂલ કોલેજોમાં પણ આ અંગે જાગૃતિ લાવવા પણ નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ચૂંટણીમાં લાઉડ સ્પીકરનો જે રીતે જાહેરાત થાય છે તે રીતે રીક્ષા મારફતે લોક જાગૃતિ લાવવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહિ કરવા જાહેરાત કરવા જણાવ્યું હતું.
સાથેજ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટનો પણ કાયદો લાગૂ કરવા ઉપર પણ ભાર મુક્યો હતો અત્યાર સુધી માત્ર IPC 188 એક્ટ હેઠળ જ કાર્યવાહી થાય છે.
ચાઈનીઝ દોરીના ગેરકાયદે વેચાણ અટકાવવા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવા તેમજ મીડિયા ને પણ લોકજાગૃતિ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી.
ચાઇનીઝ દોરી મામલે થયેલી સુનવણી દરમિયાન હાઈકોર્ટે ચાઈનીઝ દોરી પર કામગીરીને લઈને સરકાર ને સવાલ કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે, કામ કાગળ પર છે કે કામગીરી થઈ, થઈ તો કેટલી? દરોડાની વિગતવાર માહિતી આપો.