રાજ્યમાં એક પછી એક ઔધગિક કંપનીઓમાં ભીષણ આગ લાગવાનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતના GIDC પીપોદરા ખાતે આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી ઐધિગક કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા કંપનીમાં ભારે દોડધામ મચી હતી ભીષણ આગના પગલે કિમી દુર-દુર સુધી ધુમાડા કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા. કંપનીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક હોવાથી આગે વિકારળ સ્વરૂપ ધારણ કર્યો હતો ઘટના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા આગ લાગ્યાની જાણ સ્થાનિક ફાયરબ્રિગેડના થતા ફાયરબ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો
ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં કંપનીમાં શોર્ટકર્ટ લાગ્યા હોવાથી આગ ભભૂકી નીકળી હતી ઘટનાની જાણ ફાયરબિ્ગેડને થતા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથધર્યા હતા જો કે ચોક્કસ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયુ નથી. આગના પગલે પ્લાસ્ટિક કંપનીમાં રાખેલો માલા બળીને ખાખ થઇ ગયો હતો
હાલ રાજ્યમાં અગનગોળા વરસાવતી ગરમીના કારણે પણ ઠેર-ઠેર આગ લાગવાના કિસ્સો પ્રકાશમાં આવી રહ્યા છે. તાજેતરમાં ગાંધીનગર GIDC કલોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી