હાલ માં કોરોના ની સ્થિતિ માં લોકડાઉન હોઈ લોકો ઘરમાં કંટાળી ગયા છે અને આગામી ચૌદમી એપ્રિલ ના લૉકડાઉન ના છેલ્લો દિવસ ઉપર નજર રાખી ને બેઠાંછે જોકે પંદરમી તારીખથી લૉકડાઉન ઉઠાવવામાં આવશે તે વાત નક્કી છે, પરંતુ આ લૉકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવામાં નહીં આવે તેવું મનાય રહ્યું છે આ માટે ગુજરાત સરકાર વ્યૂહાત્મક પદ્ધતિથી અમલ કરશે વધુમાં આ માટે કેન્દ્ર સરકાર હાલ એક માર્ગદર્શિકા તૈયાર કરી રહી છે તેના આધારે આગળ નું પ્લાનિંગ નક્કી કરાય તેવી શક્યતાઓ છે.
સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાને દરેક રાજ્યોને આ માટે પોતાના મંતવ્યો અને તૈયારીની રૂપરેખા રજૂ કરવા જણાવ્યું છે અને તે અંગેનું એક ડોઝિયર શનિવારે વડાપ્રધાન કાર્યાલયને ગુજરાત સરકાર સોંપી દેશે. જેના પરથી ગુજરાત સરકારની કેટલી તૈયારી છે તેના આધારે આગળના આદેશ આપશે. આ ડોઝિયરમાં ગુજરાતના જે તે વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને આગામી દિવસોમાં ચેપના વ્યાપની શક્યતાઓ પણ ચકાસવામાં આવશે. શક્ય છે કે ગુજરાતમાં પંદરમીએ સંપૂર્ણ લૉકડાઉન ઉઠાવી લેવાને બદલે જ્યાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધુ સંખ્યામાં છે અથવા જે વિસ્તારો ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ ઝોનમાં રખાયાં છે ત્યાં લૉકડાઉનનું પાલન અન્ય એક કે બે અઠવાડિયા માટે કરવાનું રહેશે. આ ઉપરાંત અમુક વ્યાપાર ધંધા સિવાય જોખમી ગણી શકાય તેવા વ્યાપાર ધંધાને હજુ પરવાનગી ન પણ મળે. પાનના ગલ્લા કે અન્ય એવાં એકમો જ્યાં ચેપના ફેલાવાનું જોખમ વધી શકે છે તેના પરના નિયંત્રણો હજુ ચાલું રહે તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરાશે તેવી બાંહેધરી પણ આ તમામ એકમો પાસેથી લેવામાં આવશે. સરકાર અને પોલિસના કર્મચારીઓ લૉકડાઉન ઉઠાવ્યાં બાદ આવાં વ્યાવસાયિક એકમોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરશે. એટલે કે એર્પ્રિલ મહિનાના અંત સુધી કોરોના ની સ્થિતિ ને ધ્યાને લઇ પગલાં ભરવામાં આવે તેવી વકી છે આ માટે ગુજરાત સરકારને સોમવાર સુધીમાં આ માટેની સંપૂર્ણ ગાઇડલાઇન કેન્દ્ર સરકાર પાસેથી મળી જશે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે અલબત્ત બધે નહિ તો વધુ પ્રભાવિત વિસ્તારો ને ધ્યાને લઇ આગળ ની રૂપરેખા તૈયાર કરવામાં આવે તેવું મનાય રહ્યું છે.
