કોરોના વાયરસના સંકટમાં સરકારે મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી હોવાથી લોકોમાં હાશકારો પણ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં કરિયાણાની ભારે અછત જોવા મળી રહી છે અને સરકાર દ્વારા આખી ટ્રેન ભરીને ખાદ્ધ સામગ્રી પશ્વિમ બંગાળ મોકલવામાં આવી રહી છે. જેથી આ બાબતની જાણ લોકોમાં થતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકડાઉનને પગલે દેશમાં આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલવેએ 3 રૂટ પર 16 ટ્રીપમાં ટાઇમ ટેબલ સાથે પાર્સલ ટ્રેનો શરૂ કરી છે. અમદાવાદના કાંકરિયા યાર્ડમાંથી એક પાર્સલ ટ્રેનમાં દવા, તબીબી સાધનો, અમૂલ પ્રોડક્ટ, બિસ્કીટ, મિલ્કફૂડ, ખાદ્યતેલ, મસાલા અને કરિયાણું પશ્ચિમ બંગાળના સંકરેલ મોકલાયું છે. અહીંયા કરિયાણાની તંગી છે અને બીજી તરફ આખી ટ્રેન ભરીને સામગ્રી પશ્ચિમ બંગાળ મોકલાઈ છે.