Sajid Kothari26 માર્ચ 2022માં સજ્જુ સુરતના તેના ઘરમાંથી છુપા રૂમમાં સંતાયેલો પકડાયો હતો.
Sajid Kothari પોલીસ પકડવા ગઈ ત્યારે તે તેના ઘરમાં ચોર ખાનું બનાવી તેમાં લપાઈ છુપાઈ ગયો હતો.
સજ્જુ કોઠારી મુંબઈથી સુરત આવ્યો હોવાની બાતમી મળતા તેનો બંગલો ઘેરી લીધો હતો. ઘરમાં બનાવેલા ગુપ્ત બંકરમાંથી તે સાડા ચાર કલાકની તપાસ બાદ મળ્યો હતો. સજ્જુને પકડવા માટે ઘરની દીવાલ તોડી ગુપ્ત રૂમમાંથી પકડી પાડ્યો હતો.
પોતે પકડાય નહિ તે માટે સજ્જુએ પોતાના ઘરે જ એવી વ્યવસ્થા ઉભી કરી
હતી કે પોલીસને પણ તેને પકડવા આંટા આવી ગયા હતા. સજ્જુને પકડવાના દ્રશ્યો ફિલ્મી બની રહ્યા હતા. પોલીસે બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો. તેણે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરીને આરસીસીનું બાંધકામ કર્યું હતું. એટલું જ નહિ લોખંડનો મોટો ગેટ બનાવ્યો હતો, જેથી પોલીસ અંદર આવી ન શકે.
26 માર્ચ 2022માં ઘરમાં બનાવવામાં આવેલ ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અરીસાના કાચની પાછળ અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો. આ રૂમમાં તે રહેતો હતો. પોલીસે કડિયા પાસેથી બારી અને દરવાજો તોડાવીને અંદર છુપાયેલા ગેંગસ્ટર સજ્જુને પકડી લેવામાં આવ્યો હતો. પોતાના ઘરની બાજુની એક રૂમમાં બહારથી તાળું મારીને તે રહેતો રહેતો હતો.
35 ગુનાના આરોપી સજ્જુ કોઠારીને પહેલીવાર સુરતમાં તેના ઘરમાંથી જ ઝડપવામાં આવ્યો હતો. સજ્જુ કોઠારી ભાગતો ફરતો હતો ત્યારે અગાઉ નાગપુર અને મુંબઈથી પકડવામાં આવ્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યે સજ્જુ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. બપોરે 1 વાગ્યે ટીમ તૈયારી કરવામાં આવી હતી. ACP આર. આર. સરવૈયા, 3 PI, 7 PSI અને 40 પોલીસ કાફલો હતો. સજ્જુ કોઠારીના નાનપુરાના જમરૂખ ગલીમાં આવેલા તેના ઘરે પહોંચ્યા હતા.
સજ્જુની ગણતરી એવી હતી કે પોલીસ તેને બહાર શોધે છે
અને તે આરામથી ઘરે છૂપાઈ રહેશે. જ્યારે પોલીસ તેના ઘરે જતી ત્યારે મહિલાઓ આગળ આવીને પોલીસને રોકતી હતી. આ વખતે પણ તેના સાગરીતોએ પોલીસને ઘેરી લીધી હતી.
પોલીસે જ્યારે બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ 5 માળની બિલ્ડિંગમાં મુખ્ય દરવાજો પણ બંધ હતો. મકાનના દરવાજા ન ખોલતા બારીનો કાચ તોડી નાખ્યો. અંદરથી દરવાજો ખોલીને 20 પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડિંગ 10થી વધુ વખત ફેંદી વળ્યા હતા. કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં. ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું. પણ સજ્જુ મળ્યો નહીં.
પણ તે ગુપ્ત રૂમમાં સંતાયો હતો. મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી ટીવીની બાજુમાં શોકેસ હતું. પાસે લાકડાના દરવાજો હતો. દરવાજો ખખડાવતાં અંદરથી બોદો અવાજ આવ્યો હતો. લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સજ્જુ કોઠારી હોવો જોઈએ. બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું, પણ દરવાજો ખોલ્યો નહીં. અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો. અંદર જતા જ સજ્જુ કોઠારી બેઠો હતો. ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો.
સાડા ચાર કલાક ઓપરેશન ચાલ્યું હતું.
બાજુની બે બંધ બિલ્ડીંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું. આ બંને બિલ્ડીંગ પણ સજ્જુની જ હતી. ત્યાં સર્ચ કરતાં તેનો સાગરીત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
અગાઉ રાંદેર અને અઠવા પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી.
28મી જાન્યુઆરી 2022માં સજ્જુ કોઠારી જામીન પર છૂટ્યો હતો. જેલની બહાર નીકળતાં જ તેને ફરી પકડી લેવામાં આવ્યો હતો. 28 જાન્યુઆરીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.
સાગરિતો પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ કોઠારીને ભગાડી ગયા હતા.
અદાલતે 12 દિવસ એટલે કે, 6 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.