અમદાવાદ : અમદાવાદના હાટકેશ્વર સકઁલ તેજેન્દ્ર કોમ્પ્લેક્સ પાસે અજાણ્યા શખ્સોએ એક યુવકને છરીના ઘા માર્યા હતા. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
હાટકેશ્વર સર્કલ નજીક આવેલા તેજેન્દ્ર કોમ્પ્લેક્સ નજીક સોમવારે મોદી રાત્રે એક યુવકને અમુક શખ્સોએ છરીના ઘા માર્યા હતા.
આ જીવલેણ હુમલો જોઈ આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. કોમ્પ્લેક્સની અને આસપાસની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. ઘટના અંગે કન્ટ્રોલ રૂમને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડયો હતો. આરોપીઓ કોણ હતા અને કેમ યુવક પર હુમલો કર્યો તે અંગે પોલિસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.