- ગુજરાતી પત્રકારત્વ શું અદાણી, અંબાણી અને મોદીની એડી નીચે કચડાઈ રહ્યું છે?
- મુંબાઈ સમાચાર અને ગાંધીજીના સમયનું પત્રકારત્વ ઉદ્યોગપતિઓ દબાવી રહ્યા છે
દિલીપ પટેલ
અમદાવાદ
Gautam Adani: ગુજરાતમાં પત્રકારત્વએ બે સદીમાં સારો એવો વિકાસ સાધ્યો છે. હવે વળતા પાણી છે.
Gautam Adani વળતા પાણીના ઘણા કારણો છે, તેમાં સાક્ષરતા, ગરીબી, ટીવી ચેનલ, સોશિયલ મીડિયા જેવા કારણો તો છે જ પણ ઉદ્યોગપતિઓ પોતાના ધંધાના વિકાસના લાભ માટે સમાચાર માધ્યમો ખરીદી રહ્યા છે. જે અગાઉ પવિત્ર એવા આ ધંધામાં હતા તેઓ ઉદ્યોગ પતી બનવા માટે સત્તાની પડખે રહેવાનું શરૂ કર્યું છે.
ગાંધીજીએ ભારતમાં ક્રાંતિ લાવવા અને દેશને આઝાદ કરવા ગુજરાત અને ગુજરાતી છાપુ પસંદ કર્યા હતા. હવે ગુજરાતના જ ઉદ્યોગપતિઓ દેશની આઝાદીને ખતમ કરવા અને ક્રાંતિને ડામી દેવા માટે સમાચાર માધ્યમોનો દેખીતો ઉપયોગ કરી રહ્યાં છે. જેમાં અદાણી એક છે.
1919માં ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિક પાસેથી ‘નવજીવન’ લીધું હતું. ગુજરાતી પત્રકારત્વનો નવો યુગ શરૂ થયો હતો. સ્વાતંત્ર્, હરિજનનો ઉદ્ધાર, સ્ત્રી કેળવણી માટે જાગૃતિનો પ્રારંભ કર્યો હતો.
હવેનું મોદી યુગનું પત્રકારત્વ ક્યાં આવીને ઊભું છે?
ગાંધીજીના વ્યક્તિત્વની છાપ પત્રકારત્વ ઉપર પણ પડી હતી. એમના લેખોની અસર ગરીબ, મધ્યમવર્ગીય, ગ્રામ્ય, શહેરી પ્રજા અને ખેડૂતને સ્પર્શી જતી હતી. દેશમાં રાજકીય જાગૃતિનો જુવાળ લાવવામાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’(1932)એ ખૂબ મદદ કરી હતી. ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર વગેરેની કલમનો લાભ પણ આ પત્રોને મળતો. મહાદેવ દેસાઈ સમાચાર સંસ્થાના પત્રકાર હતા તેમના પૌત્ર નચિકેતા દેસાઈએ તેમના પત્રકારત્વ પર એક પુસ્તક લખ્યું અને તે સાબરમતી સંગ્રાહલ દ્વારા પ્રદાશીત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ હવે ગાંધી યુગ તો ક્યારનો પુરો થયો છે. ઇન્દિરા ગાંધીનો કટોકટીનો યુગ પણ પૂરો થયો છે. હવે ગુજરાતી પત્રકારત્વમાં ઉદ્યોગપતિઓનો યુગ શરૂ થયો છે. જે લોકોની આઝાદી છીનવી રહ્યો છે. લોકોને આર્થિક રીતે બરબાદ કરવાના યુગને મદદ કરી રહ્યો છે. આ મોદી યુગનું પત્રકારત્વ છે. જેમાં અદાણીને મૂકી શકાય છે.
સાક્ષરતાના નીચા આંક તથા બીજા કારણોને લીધે હજી આ બાબતમાં વિકસિત દેશોની સરખામણીએ ભારત પાછળ છે. દર હજારની વસ્તી દીઠ દૈનિક પત્રના એક સો નકલના ફેલાવાના યુનેસ્કોના માપદંડની સામે ભારતમાં હજી એ આંક 13 નકલનો હતો. હવે તે પણ નીચે આવી રહ્યો છે.
ભારતમાં પત્રકારત્વએ ઘણું વૈવિધ્ય અને આકર્ષણ જમાવ્યું હતું. વીજાણુ માધ્યમોની તીવ્ર સ્પર્ધા છતાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું હતું. આગેકૂચ જારી રાખી હતી. હવે તે બધું બરબાદ થઈ રહ્યું છે. એક મિશન નહીં પણ મની માટેનું માધ્યમ છે. ટીવી ચેનલો અને અખબારો હવે લોકરંજન તરફ વધુ વળ્યું છે.
સરકારની સાડાબારી ન રાખતાં ગુજરાત સમાચાર, વી ટીવી અને ભાસ્કર પર મોદી સરકારે દરોડા પાડ્યા હતા. ત્યારથી આ ત્રણેય અખબારોની નીતિ મોદીને સમાચારોમાં મદદ કરવાની થઈ ગઈ છે.
મોદીના મિત્ર અદાણી સમાચાર માધ્યમોની તાકાત સારી રીતે જાણે છે. તેથી તેમણે દૈનિક ભાસ્કરના એક પ્રકાશનને ખરીદી લેવાનું નક્કી કર્યું હતું.
દૈનિક ભાસ્કર
એપ્રિલ 2024માં દૈનિક ભાસ્કરએ અદાણીને DB પાવર વેચવાનું આયોજન કર્યું હતું.
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, દૈનિક ભાસ્કર (ગુજરાતમાં તેનું નામ દિવ્યભાસ્કર) તેના પત્રકારો અને કર્મચારીઓ સાથે મજૂરો જેવું વર્તન કરવા માટે જાણીતું છાપું છે.
ઇન્દોર આવૃત્તિના બે પત્રકારોએ મજૂર અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. દૈનિક ભાસ્કર ગ્રૂપને તેની ડીબી પાવર કંપનીને 7 હજાર કરોડ રૂપિયામાં વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેની લડત ચલાવી હતી.
મજીઠીયા વેતન બોર્ડ મુજબના પગાર પત્રકારોને મળવા જોઈએ. પણ આ જૂથ આપતું નથી.
ઈન્દોર આવૃત્તિના પત્રકાર તરુણ ભાગવત અને અરવિંદ તિવારી સહિત પત્રકારોને ખબર પડી કે ભાસ્કર ગ્રુપ અદાણી ગ્રુપને ડીબી પાવર 7 હજાર કરોડ રૂપિયામાં વેચવાની તૈયારી કરી રહ્યું છે. ડીલ ફાઇનલ થવાના નક્કર સમાચાર હતા. અદાલતને આ સોદો રદ કરવા દાવો કર્યો હતો. સ્ટે મૂક્યો હતો.
ભાસ્કર ગ્રૂપના માલિકો સામે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા અને સોગંદનામામાં ખોટા નિવેદનો રજૂ કરવા બદલ ફરિયાદ કરી હતી. મેનેજમેન્ટ સામે ફોજદારી કેસ નોંધવાની પણ વિનંતી કરી.
વર્ષ 2022માં એવા અહેવાલો આવ્યા હતા કે અદાણી ગ્રુપે ડીબી પાવર હસ્તગત કરી લીધો હતો. પરંતુ એક્વિઝિશનની સમય મર્યાદા લંબાવવા છતાં અદાણી ગ્રુપ ડીબી પાવરને હસ્તગત કરી શક્યું ન હતું. અદાણી પાવર અને ડીબી પાવર વચ્ચે 7017 કરોડ રૂપિયાની ડીલ થવાની હતી. જે સતત લંબાવવી હતી. ડીબી પાવર એ મધ્યપ્રદેશના દૈનિક ભાસ્કર જૂથની પેટાકંપની છે.
લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે તેની સામેની ઉગ્ર લડતે રાષ્ટ્રવાદી પત્રકારત્વને જન્મ આપ્યો. હવેના જમાનામાં રાષ્ટ્રવાદનો ઉપયોગ માત્ર મત મેળવવાના રાજકારણમાં થઈ રહ્યો છે. ભાજપનું રાષ્ટ્રવાદ ખરા અર્થમાં ઉદ્યોગપતિઓની ટીવી ચેનલો અને છાપામાં હિંદુત્વ પુરતું સમિતિ દેખાઈ રહ્યું છે. અંગ્રેજોએ જે રીતે બંગભંગ કરીને રાજનીતિ કરી હતી એવી રાજનીતિ આ યુગમાં થઈ રહી છે. જેમાં ઉદ્યોગપતિઓની ટીવી ચેનલો અને છાપા મદદ કરી રહ્યાં છે.
રાષ્ટ્રવાદી પત્રકારત્વમાં સુરેન્દ્રનાથ બેનરજી જેવા પત્રકારો હવે ગુજરાતમાં રહેવા દીધા નથી.
બાંગ્લાએ રાષ્ટ્રવાદમાં ઘણો ભાગ ભજવ્યો. હવે ગુજરાતવાદ પેદા કરીને લોકોને ભ્રમમાં રાખવા ઉપયોગ થાય છે. આ ઉપરાંત બિપિનચંદ્ર પાલના ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘વંદે માતરમ્’ આગઝરતા દેશ પ્રેમી હતા.અરવિંદ ઘોષ તેમાં પાછળથી આવ્યા હતા. 1922માં મૃણાલકાંતિ ઘોષ, પ્રફુલ્લકુમાર સરકાર અને સુરેશચંદ્ર મજુમદારે શરૂ કરેલા ‘અમૃત બઝાર પત્રિકા દેશદાઝથી ભરેલા હતા. હવે દેશદાઝ કરતાં તો ભક્તિદાઝ વધારે દેખાય છે.
હિંદી ભાષાનું સર્વપ્રથમ દૈનિક 1854માં શરૂ થયું હતું. સ્વાતંત્ર્ય પૂર્વેના ગાળામાં બનારસમાંથી 1920માં શરૂ થયેલું ‘આજ’, ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિક ‘દેશ’ વગેરેનો આમાં સમાવેશ થાય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીનાં પત્રોમાં ‘હિન્દુસ્તાન’, ‘પંજાબકેસરી’, ‘નવભારત ટાઇમ્સ’, ‘જનસત્તા’, ‘દૈનિક સહારા’ વગેરે ઉલ્લેખનીય છે. હિંદી પત્રકારત્વે ફેલાવા ઉપરાંત ગુણવત્તાની દૃષ્ટિએ આઝાદી પછી ઝડપી વિકાસ સાધ્યો છે.
પણ હિંદી પત્રકારત્વમાં પ્રવેશવા માટે અદાણી દૈનિક ભાસ્કરની એક કંપની ખરીદવા માંગતા હતા. આછે આજનું આર્થિક પત્રકારત્વનો કિસ્સો. (ક્રમશઃ)