Gujarat મુખ્ય પ્રધાનની સિદ્ધિ બતાવી રૂપાણીની જેમ પાણીચુ તો નહીં અપાય ને
અમદાવાદ, 18 જાન્યુઆરી 2025
ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને શાસનના ત્રણ વર્ષ પૂર્ણ થયા. 11 નીતિ બનાવી.
Gujarat ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું. પણ કાયદો અને વ્યવસ્થામાં સૌથી નબળું પુરવાર થયું છે. તેથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નવી સરકાર ચૂંટણી પહેલાં બનવાની છે તેમાં સ્થાન ન મળે એવી શક્યતા છે. જે રીતે પ્રદેશ પ્રમુખનો મામલો ઘોંચમાં પડેલો છે તે જોતા ગાંધીનગરમાં સત્તામાં ફેરફાર આવી શકે એવા સંજોગો દેખાય રહ્યા છે. તેથી હવે મુખ્યપ્રધાનની સિદ્ધિઓના ગુણગાન શરૂ થયા છે. તેમની સિદ્ધિ એ કઈ રીતે નિષ્ફળતા હોઈ શકે તે આ આંકડાઓ અને વિગતો પરથી સમજી શકાય તેમ છે.
અગાઉના નિષ્ફળ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને હાંકી કાઢ્યા બાદ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભુપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ જાહેર કર્યા હતા. ધારાસભ્યોની ના મરજી હતી.
ગુજરાતમાં G20, 10મું વાઇબ્રન્ટ ગુજરાત, સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
11 નવી નીતિ
1 ગુજરાત આત્મનિર્ભર નીતિ
2. ગુજરાત બાયોટેક્નોલોજી નીતિ
3. નવી ગુજરાત IT/ITes નીતિ
4. ગુજરાત સ્પોર્ટ્સ નીતિ
5. ડ્રોન નીતિ
6. ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ
7. ગુજરાત રિન્યુએબલ એનર્જી નીતિ
8. સિનેમેટિક ટુરિઝમ નીતિ
9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઇનોવેશન નીતિ 2.0 (SSIP-2.0)
10. ગુજરાત ખરીદ નીતિ
11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન નીતિ 2024
સુશાસનની સિદ્ધિ
રૂ. 3.32 લાખ કરોડનું અંદાજપત્ર
સારૂ કમાવો અને સારું જીવોનો મત્ર
2649 અમૃત સરોવર બનાવાયા.
વોટ્સએપ ચેનલ.
આરોગ્ય સુવિધા સુખાકારીમાં ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ.
ગરીબી
3.82 કરોડ લોકો માટે ગરીબ અન્ન યોજના.
72 લાખ પરિવારોને મફત અનાજ.
14 લાખ ઘર બનાવાયા.
રૂ. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના.
3 વર્ષમાં રૂ. 1500 કરોડના 3 લાખ શ્રમિક બસેરા બનશે.
1.17 કરોડ અસંગઠિત મજૂરોને સ્માર્ટ કાર્ડ.
290 ખાદ્ય વિતરણ મજૂર કેન્દ્રો.
2.68 કરોડ લોકોને ભોજન.
સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 4 વર્ષોથી દેશમાં પ્રથમ
કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી બનાવી. ડ્રોન એપ્લિકેશનનો અભ્યાસ.
22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ.
ખેલ મહાકુંભમાં 53.66 લાખ ખેલાડીઓ.
50 તાલુકામાં સરકારી પુસ્તકાલય.
58.8 લાખ ખેડૂતોને રૂ. 11,058.6 કરોડ
દરેક ખેડૂતને રૂ. 18,806 આપ્યા.
ડાંગ 100% પ્રાકૃતિક ખેતી.
53 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ.
9.85 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી.
8.45 લાખ એકરમાં પ્રાકૃતિક ખેતી.
56.65 લાખ નેનો યુરિયાની બોટલ વેચી.
કૃષિ ઉદ્યોગ માટે ઇન્ડેક્સ-Aની સ્થાપના.
246 તાલુકામાં રવિ કૃષિ મહોત્સવમાં 2.10 લાખ ખેડૂતો.
તુવેર રૂ. 7 હજાર, ચણા રૂ.5440, રાયડો રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલની ટેકાના ભાવે ખરીદી.
2021-22માં ચણાની 22 હજાર ટન રૂ. 115 કરોડમાં ખરીદી.
12.78 લાખ ખેડૂતોને દરેકને રૂ. 15 હજાર લેખે રૂ. 1925.89 કરોડની સહાય
જૂલાઈ-2024માં અતિવૃષ્ટિમાં ખેડૂતોને રૂ. 350 કરોડની સહાય.
3 વર્ષમાં પશુપાલનના ખર્ચમાં 132%નો વધારો
ગૌ-માતા પોષણ યોજનામાં રૂ. 609 કરોડ.
મિલેટ વર્ષનો લાભ 80 લાખ લોકો અને ખેડૂતોને થયો
15 લાખ ખેડૂતોને 23.4 લાખ હેક્ટરમાં શુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપી
મહિલા માટે 804 યોજના.
5 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
ડ્રોનથી ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ
2.6 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ
3 વર્ષોમાં 9 નવી મેડિકલ કોલેજ શરૂ. 1100 બેઠકો વધી.
1.15 કરોડ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ.
ટીબીની 3 લાખ પોષણ કિટ આપી.
ગર્ભવતી મહિલાઓને રૂ. 12 હજારની સહાય.
108 એમ્બ્યુલન્સ સર્વિસમાં 150 નવી એમ્બ્યુલન્સ સાથે 800.
35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સમાં 63 હજારને 1,69,066 કીમોથેરાપી સેશન્સ.
નવા 188 ડાયાલિસિસ કેન્દ્ર.
14 લાખ મોતિયાના ઓપરેશન.
રૂ. 874.68 કરોડના 97,187 સ્માર્ટ કલાસરૂમ.
રૂ. 1,432.40 કરોડની 21,037 કોમ્પ્યુટર લેબ
નમો લક્ષ્મી 4 વર્ષોમાં રૂ. 50 હજારની સહાય.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં રૂ. 25 હજારની સહાય
રૂ. 94.65 કરોડની 32 નવા બસ મથકો.
3 ખાનગી બસ પોર્ટ.
એસટી નિગમની 300 લક્ઝરી, 200 સેમી લક્ઝરી કોચ, 400 સ્લીપર કોચ, 1682 સુપર એક્સપ્રેસ, 400 મીની બસ અને 5 ડબલ ડેકર
ઇલેક્ટ્રિક બસ મળીને કુલ 2987 નવી બસો આપી.
એસટી બસોમાં 3000 મશીનો દ્વારા યુપીઆઇ પેમેન્ટ.
ઊર્જા
ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન.
સરકારી ઇમારતો પર 56.8 મેગાવોટની 3023 સોલાર રૂફટોપ.
મોઢેરામાં દોઢ વર્ષમાં 31.5 મિલિયન યુનિટનું ઉત્પાદન.
મોઢેરામાં કાર્બન ઉત્સર્જનમાં 28,664 ટનનો ઘટાડો
7 મહિનામાં 1,59,338 ઘરમાં સૂર્ય ઉર્જા.
1 હજાર સી.એન.જી. સ્ટેશનો સાથે દેશના 14 ટકા ગુજરાતમાં.
કાલાવડમાં રૂ. 51.87 કરોડનો 12.5 મેગાવોટના સોલાર પીવી પ્રોજેક્ટ.
વિશ્વના સૌથી મોટા 37 ગીગાવોટના હાઈબ્રીડ રિન્યૂએબલ પાર્કનું કચ્છમાં કામ ચાલુ.
7 મહિનામાં પોણા 2 લાખથી વધુ ઘરોમાં પીએનજી જોડાણ.
ભાવનગરમાં વિશ્વના પ્રથમ CNG બ્રાઉન ફિલ્ડ પોર્ટનો શિલાન્યાસ.
શહેરી યોજના
રૂ. 116 કરોડનના 88 સિવિક કેન્દ્રો.
સ્માર્ટ સિટીના રૂ. 3400 કરોડના 159 પ્રોજેક્ટ પૂર્ણ.
અમૃત યોજનાના રૂ. 3350 કરોડના 198 પ્રોજેક્ટ પૂર્ણ.
અમૃત 2 યોજનામાં રૂ. 17 હજાર કરોડ બજેટ.
9 નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવી.
દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ બનાવાયું.
ગામ
51 ગામો સ્માર્ટ વિલેજ જાહેર.
સ્માર્ટ ગામમાં રૂ. 2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટ.
1057 તીર્થગામ અને 445 પાવન ગામો મળીને કુલ 1502 ગામોને પુરસ્કાર.
ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને 384 નવી ગ્રામ પંચાયતો બનાવી.
પ્રવાસન
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર.
કચ્છમાં કોટેશ્વરના લક્કી નાલા વિસ્તારમાં સરહદ પ્રવાસનનો પ્રારંભ.
ભુજમાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં.
પાવાગઢના મહાકાળી મંદિર પર 500 વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ.
મુખ્ય યાત્રાધામો પાસે નાના યાત્રાધામોનો રૂ. 857.14 કરોડનો ખર્ચ કરાશે.
રૂ. 1200 કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો વિકાસ.
વલસાડ જિલ્લામાં પાણીની એન્જિયરિંગ એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ.
જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો.
3 વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં 14 લાખ નળ જોડાણ.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણીની રૂ. 1300 કરોડની બલ્ક પાઇપલાઇન બની.
નળકાંઠાના 39 ગામોને સિંચાઈ માટે રૂ. 400 કરોડના કામોનો પ્રારંભ.
વિંછિયામાં રૂ. 181 કરોડના ખર્ચે સૌની યોજના લિંક-4નું ખાતમુહૂર્ત.
સુરેન્દ્રનગરના 45 ગામોને નર્મદાના પાણી માટે રૂ. 417 કરોડની યોજના.
દાહોદના છાબ તળાવનું રૂ. 117 કરોડના ખર્ચે કાયાકલ્પ.
વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સાબરમતી નદી પર આઇકોનિક અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ
રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ
ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ
ડીસામાં રૂ. 394 કરોડનું એરફોર્સ સ્ટેશન રનવેનું લોકાર્પણ.
સુરતમાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ
સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ.
અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી.
સુરક્ષિત ગુજરાત
ગુજરાત પોલીસે 1 વર્ષમાં રૂ. 5640 કરોડનું ડ્રગ્સ પકડાયું: 431 આરોપીઓ સામે 317 ગુના દાખલ
20 દિવસમાં 2.58 લાખ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા.
પોક્સો હેઠળના ગુન્હાઓમાં 10 દિવસમાં કાર્યવાહી કરીને 21 દિવસમાં ફાંસીની સજા
650 પોલીસ મથકમાંથી 240ને પી.આઇ. કક્ષાના બનાવાશે.
કાળા જાદુ અટકાવવાનો કાયદો.
પરીક્ષામાં ગોલમાલ સામે કાયદો.
સંપત્તિને જપ્ત કરવા કાયદો.