ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવી IPL 2022નું ટાઇટલ જીત્યું. રાજસ્થાન રોયલ્સ બાદ તેણે પોતાની ડેબ્યૂ સિઝનમાં જ આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ જીત બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સમગ્ર ટીમને મળ્યા હતા અને આ દરમિયાન તેમણે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે ટીમને અભિનંદન પાઠવ્યા હતા
ગુજરાતની ટીમની સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથેની મીટિંગના કેટલાક ફોટો શેર કર્યા છે. આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ IPL 2022ના વિજેતા ગુજરાત ટાઇટન્સને મળ્યા અને તેમને જીત પર અભિનંદન આપ્યા. આ ઉપરાંત તેણે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને સ્મૃતિ ચિહ્ન પણ અર્પણ કર્યું હતું.
જણાવી દઈએ કે IPLમાં ચેમ્પિયન બન્યા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ પોતાના ફેન્સનો આભાર માનવા માટે રોડ શો કરી રહી છે. આ રોડ શો ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી શરૂ થશે અને વિશ્વકુંજ રિવરફ્રન્ટ પર સમાપ્ત થશે.
ફાઇનલમાં ગુજરાતનો વિજય થયો હતો
ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી IPL 2022નું ટાઇટલ કબજે કર્યું. ફાઈનલ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ગુજરાતે માત્ર 18.1 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 34 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી.