દિલીપ પટેલ
અમદાવાદ, 16 ઓગસ્ટ 2024
Krushi Jagatગુજરાતના ખેડૂતો કપાસ, નાના મિલેટ્સ, ચણાનું હેક્ટર દીઠ સૌથી વધારે ઉત્પાદન આખા દેશમાં લઈ રહ્યા છે.
Krushi Jagatવળી, જ્યારે દેશની સરેરાશ ઉત્પાદકતામાં જુવાર, બાજરો, તુવેર, મગફળી, સોયાબીનના ઉત્પાદકતા દેશ કરતાં ગુજરાત આગળ છે. ખેત પેદાશોની સરેરાશ હેક્ટર દીઠ ઉત્પાદકતામાં ગુજરાતના ખેડૂતોએ ઘણી ચીજો પેદા કરવામાં આખા દેશમાં આગળ છે.
આમ 8 ખેત પેદાશોમાં ગુજરાતના ખેડૂતો આખા દેશમાં આગળ છે.
નાન મિલેટની ઉત્પાદકતા 857 કિલોની દેશમાં છે જ્યારે ગુજરાતના ખેડૂતો 1988 કિલો પેદા કરે છે. ચેના, કાંગ, કુટકી, કોડો, સાંવા છે. રાગીના સારા ઉત્પાદનમાં પાછળ છે. કારણ કે ગુજરાતમાં તે ડુંગરાળ આદિવાસી વિસ્તારમાં ઢોળાવ પર કુદરતી વરસાદથી જ થાય છે.
ખેડૂત મહેશભાઈ
રાગી, બાંટવો કે નાગલી મીલેટની ખેતી લોકપ્રિય છે કારણ કે તે સારી ઉપજ આપે છે. જેની ખેતી પાછળ કોઈ ખર્ચ કરવું પડતું નથી. 100 ટકા કુદરતી ખેતી છે. ડાંગના વઘઈના ચિચોડ ગામના ખેડૂત કાંહડોળિયા મહેશભાઈ કુકરભાઈ પાસે 1 હેક્ટર જમીન છે. જેમાં તેઓ નાગલીની ખેતી કરે છે. ડાંગ વઘઈ તાલુકા ફાર્મર ફ્રેન્ડ એન્ડ ફાર્મર ઓર્ગેનિક કોપરેટીવ સોસાયટી વઘઈમાં 700 સભ્યો છે. તેઓ ફાર્મા કંપની ચલાવે છે. વઘઈ તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ, જેમાં 350 ખેડૂતો છે. રાગીમાં બે જાત સફેદ લાલ છે. મોરૈયો મિલેટ ડાંગમાં પુષ્કળ થાય છે. પ્રોસેસિંગ થતી નથી. નાસીક જવું પડે છે. નાની મિલ આવે છે, પણ તેમાં ક્વોલીટી સારી નથી આવતી.
રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 19 મે 2024માં કહ્યું કે, ગુજરાતમાં 9 લાખ 20 હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ગુજરાતની રાહ પર સંપૂર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રત્યે જાગૃતિ કેળવાય એ જરૂરી છે.
કેન્દ્ર સરકારનો અહેવાલ કહે છે કે, જુવારની ઉત્પાદકતા દેશની 1092 કિલોની હેક્ટરે છે જ્યારે ગુજરાતના ખેડૂતો 1346 કિલો પેદા કરી બતાવે છે.
બાજરો દેશમાં 1430 કિલો પાકે છે. જ્યારે ગુજરાતના ખેડૂતો 2442 કિલો પેદા કરે છે.
ચણાની ઉત્પાદકતા દેશમાં 1261 કિલોની છે. તેની સામે ગુજરાતના મહેનતુ ખેડૂતો 1908 કિલો હેક્ટરે પેદા કરે છે.
તુવેરમાં સરેરાશ ઉત્પાદકતા દેશમાં 861 કિલોની છે જ્યારે ગુજરાતના ખેડૂતો 1161 કિલો પેદા કરે છે.
આમ કુલ કઠોળની દેશની ઉત્પાદકતા 888 કિલોની છે પણ ગુજરાતના ખેડૂતો બે ગણા જેવું 1533 કિલો કઠોળ પેદા કરે છે.
મગફળીની ઉત્પાદકતા દેશમાં 1777 કિલોની છે. પણ ગુજરાતના ખેડૂતો 2259 કિલો મગફળી પકવીને આગળ છે.
સોયાબીનના ઉત્પાદન સાથે કુલ તેલિબિયાના ઉત્પાદનમાં 1312 કિલોની સામે 2073 કિલો પેદા કરે છે.
કપાસમાં 428 ગાંસડીની સામે 559 ગાંસડી પકવે છે. જે આખા દેશમાં સૌથી વધારે ઉત્પાદકતા છે, મહારાષ્ટ્રની સરરેશ કરતાં પણ વધારે છે. કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે 2021-22ના વર્ષના આખરી અહેવાલ સાથે આ વિગતો જાહેર કરી છે.
સુધારો કરવો જરૂરી છે
ચોખા, ઘઉં, મકાઈ, રાગી મળીને અનાજની કુલ ઉત્પાદકતામાં ગુજરાતના ખેડૂતો પાછળ રહી ગયા હોવાથી તેઓ કરોડો રૂપિયાની ઉત્પાદન ખોટ સહન કરીને ખેતી કરી રહ્યાં છે. શેરડીમાં ઉત્પાદકતા ઘણી નીચી હોવાથી ખેડૂતોને તેમાં કરોડો રૂપિયાની ઉત્પાદન ખોટ કે નફો ગુમાવવો પડે છે. કૃષિ વિજ્ઞાનીઓને માટે મોટો પડકાર છે કે, 5 ખેત પેદેશોની ઉત્પાદકતા વધે એવા નવી જાતના બિયારણ તૈયાર કરવા. કેન્દ્ર તથા રાજ્યના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે સંશોધન અને વિકાસ માટે ફાળવણી કૃષિ-જીડીપીના 0.60 ટકા છે. જે ગુજરાતમાં 5 ટકા કરવાની જરૂર હોવાનું કૃષિ વિજ્ઞાનીઓ માની રહ્યાં છે. નર્મદા નહેરોની ક્ષમતાં 33 ટકાથી વધારીને 110 ટકા કરવી પડે તેમ છે. 2020-21માં કૃષિમાં ખાનગી રોકાણ વધીને 9.3% થયું છે.
કૃષિ ક્ષેત્રને સંસ્થાકીય ધિરાણ 2021-22માં 18.6 લાખ કરોડથી વધારીને 20 લાખ કરોડ કરવું પડે તેમ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લગભગ 81.4 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવાની યોજનાથી ખેડૂતોને નીચા ભાવ મળી રહ્યાં છે. 2020-21 દરમિયાન, ધાન અને ઘઉંની ખરીદી અનુક્રમે 894.18 લાખ ટન અને 433.44 લાખ ટન સુધી પહોંચી ગઈ છે. સત્તાવાર ડેટા મુજબ દાળોની ખરીદીમાં 21.91 લાખ ટન, કોર્સ અનાજ 11.87 લાખ ટન અને તેલ બીજ 11 લાખ ટન છે. દેશનું અનાજ ઉત્પાદન 2021-22 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં 310 મિલિયન ટન હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં ડાંગના ખેડૂતો મીલેટની ખેતીમાં નામના મેળવી છે.
જિલ્લામાં લગભગ 12,000 હેક્ટર મીલેટની ખેતી થાય છે. જેમાં ડાંગની પ્રખ્યાત રાગી મીલેટ 8,500 હેક્ટરમાં ઉગે છે. ઉત્પાદન 11,755 મેટ્રિક ટન થાય છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેકટરે ઉત્પાદન ક્ષમતા સૌથી વધારે છે. ગુજરાતમાં નાગલી પાકનું કુલ ઉત્પાદન 20,013 મેટ્રિક ટન અને 19,235 હેક્ટરમાં વાવેતર થાય છે.
1200 લોકોની વસ્તી ધરાવતા 300 જેવા ખેડૂતોના નાના ગામની વાત છે. ડાંગના વઘઈના ચિચોડ ગામના ખેડૂતો હવે ફરીથી નાગલી મિલેટની ખેતી તરફ વળ્યા છે. કારણ કે 14 વર્ષ પહેલા તેમને જે ભાવ મળતો હતો તેના કરતાં 4 ઘણા ભાવ નાગલીના મળવા લાગ્યા છે.
રાસાયણિક કે કુદરતી ખાતર આપવું પડતું નથી. તે કુદરતી રીતે થાય છે. 40 વર્ષના મહેશભાઈ સુકરભાઈ કાંડોળીયા 9638417064 ખેડૂત છે.
ફળ પાક
પપૈયા, ચીકુ, લીંબુ, ભીંડા, અજમો અને વરિયાળીના વાવેતર વિસ્તારમાં પણ ગુજરાત દેશમાં પ્રથમ છે.
20 વર્ષમાં રાજ્યમાં ફળ પાકના ઉત્પાદનમાં બમણો, શાકભાજીમાં ચાર ગણો અને મસાલા પાકોના ઉત્પાદનોમાં સાડા ત્રણ ગણો વધારો થયો છે. ફળ અને મસાલા પાકોમાં ગુજરાત આગળ વધી રહ્યું છે પણ અનાજ અને કઠોળમાં પાછળ ધકેલાઈ રહ્યા છે.
રસાયણોનો વપરાશ વધ્યો હોવાથી હવે પ્રાકૃતિક ખેતી કરવી અત્યંત જરૂરી બની રહી છે.
ડાંગમાં ખેડૂતોએ રસાયણો વગરની ખેતી કરી છે. પણ દેશમાં વર્ષ 2022-23માં કુલ 524.64 લાખ ટન ખાતરનું વેચાણ થયું હતું, જે 2023-24માં વધીને 539.79 લાખ ટન થયું છે. યુરિયાનો વપરાશ લગભગ ગયા વર્ષ જેટલો જ છે. ગત વર્ષે કુલ 318.52 લાખ ટન યુરિયાનો વપરાશ થયો હતો જે આ વર્ષે 317.51 લાખ ટન થયો છે. એટલે કે યુરિયાના વપરાશમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે.
એ જ રીતે, એપ્રિલ-જાન્યુઆરી 2023-24 દરમિયાન DAPના કુલ વેચાણમાં 5.9 ટકાનો વધારો થયો છે. આ વર્ષે તે 103.03 લાખ ટન છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 97.3 લાખ ટન હતું. પોટાશનો વપરાશ લગભગ ગયા વર્ષ જેટલો જ 13.95 લાખ ટન હતો.
ખાતરના વેચાણ કે વપરાશમાં મહત્તમ 11 ટકાનો વધારો થયો છે.
ઓર્ગેનિક કે કેમિકલ મુક્ત ખેતીનો વ્યાપ ઓછો કરવામાં પ્રયાસો છે. વર્ષ 2021-22માં ઓર્ગેનિક ખેતી હેઠળનો વિસ્તાર વધીને 59,12,414 હેક્ટર થઈ ગયો છે. જ્યારે 2020-21માં તે માત્ર 38,08,771 હેક્ટર હતું.
1950-51માં ભારતીય ખેડૂતોએ માત્ર સાત લાખ ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો હતો. તે હવે અનેક ગણો વધીને 335 લાખ ટન થઈ ગયો છે. જેમાં 75 લાખ ટન વિદેશથી આયાત કરવામાં આવે છે.
યુરિયાનો વપરાશ આશરે 357 લાખ ટન હતો. તેમણે કહ્યું હતું કે 344 જિલ્લામાં પરંપરાગત યુરિયાનો વપરાશ ઘટ્યો છે અને 74 જિલ્લામાં નેનો-યુરિયાનું વેચાણ વધ્યું છે.
જંતુનાશકો
1950માં દેશમાં જ્યાં 2000 ટન જંતુનાશકva વપરાશ હતો, તે હવે વધીને 90 હજાર ટન થઈ ગયો છે.
આમ ગુજરાતમાં નાના મિલેટ્સ જો વધારે ઉગાડાય તો રાસાયણિક ખાતર અને જંતુનાશકનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે.