ભાજપના જૂથવાદ, સરમુખત્યારશાહી અને અન્યાયનો અર્થ સમજવા મનસુખ વસાવાને સમજવા પડે. ભાજપના આદિવાસી નેતાઓ એટલા જૂથ છે. દેશની નીતિ નક્કી કરતાં હતા એવા કોંગ્રેસના નેતા અહમદ પટેલને જેણે સાફ કરી નાંખ્યા તેને ભાજપના શક્તિશાળી જૂથે સાફ કરી નાંખ્યા
BJP Gujarat: ભગવાસ્થળી -કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તા અને સાઠમારીની વાત આવે છે. કુસંપની વાત છે. 182 માંથી 156 બેઠકો જીતી પણ 2022થી વિખવાદો ઘર કરી ગયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગુજરાત ભાજપમાં 650 ફરિયાદો મળી હતી. તે જ બતાવે છે કે પક્ષમાં બધું સારું નથી. રૂપાણીની આખી સરકારને હાંકી કાઢ્યા બાદ પક્ષાંતર કરાવીને બીજા નેતાઓને આયાત કરવામાં આવી રહ્યાં છે તે વિખવાદનું મૂળ કારણ છે.
આ અગાઉ સુપર 16 નેતાઓનો કેવો અંજામ આવ્યો, જામનગરના ચપ્પલ કાંડમાં કેવા જૂથો છે તે ચર્ચા કરી હતી. હવે ભાજપના રાજકારણમાં આદિવાસી જૂથોને કેવી રીતે ખતમ કરવામાં આવે છે અને આદિવાસીઓ પ્રત્યે ભાજપમાં કેવી ધ્રુણા છે તે જાણવા માટે ગુજરાતના સૌથી વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાને અને તેને થયેલા અન્યાયને સમજવા પડે તેમ છે. કારણ કે, ભાજપના આદિવાસી નેતાઓ એટલા જૂથ છે.

મનસુખ વસાવા
ભાજપના સાંસદોમાં સૌથી વરિષ્ઠ મનસુખ વસાવાનો કિસ્સો ભાજપના રાજકારણને સમજવા માટે ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે, નેતા ગમે તેટલા બલવાન હોય પણ, અધર્મનો સાથ આપે તો, તેમની શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિધા, વરદાન, બધું જ નકામું થઈ જાય છે. મહાભારતના કર્ણ એવું માનતા હતા. પણ ભાજપને કુરુક્ષેત્ર બનાવી દેનારા મોદી કે શાહ આવું નથી માનતા. વસાવાએ સીધી રીતે અને આડકતરી રીતે નરેન્દ્ર મોદીને અનેક વખત પડકાર્યા છે. મોદી પછીના 3 મુખ્ય પ્રધાનો અને તેના પ્રધાનોના પક્ષપાતી વલણને વસાવાએ અનેક વખત પડકાર આપેલો હતો.
હજુ તેઓ આદિવાસી માટે ગમે ત્યારે ગમેતેની સાથે બાખડી પડે છે. તેથી ભાજપે તેમને હંમેશ અન્યાય કરીને નાના જૂથમાં ધકેલી દીધા છે.
ભારતની રાજનીતિના જનક ચાણક્ય સંગઠન અને એકતામાં માનતા હતા. અલક્ષેન્દ્ર કે અલિકસુંદર તરીકે ભારતમાં ત્યારે ઓળખાતા એલેકઝાન્ડરે ભારતના રાજ્યો જીત્યા હતા. ચાણક્યને આ પરદેશી આક્રમણ સંસ્કૃતિ સામેનો ભય લાગ્યો. તેને લાગ્યું કે એલેકઝાન્ડર સામે કોઇ એકલદોકલ રાજ્ય ગમે તેટલા પરાક્રમ છતાં ટકી શકશે નહી. તેઓ જુદાજુદા રાજ્યોને મળવા ગયા. ત્યારના ભારતમાં ગણતંત્ર રાજ્યો હતા જે લોકતાંત્રીક અને સ્વતંત્ર હતા. ચાણક્યએ તેમને કહ્યું કે એલેકઝાન્ડરની સામે લડાઇ કરવા તમે પર્વતેશ્વર (પોરસ) ને મદદ કરો. પરંતુ દરેક રાજયએ પોતાનો સ્વાર્થ અને નબળાઇ બતાવી. આંભી એલેકઝાન્ડરમાં ભળી ગયો અને પર્વતેશ્વર સામે લડાઇ કરવા તેની સાથે થયો.
એલેકઝાન્ડર સામે રક્ષણ મેળવવા તેઓ મગધના પાટલીપુત્ર ગયા અને ધનનંદને એલેકઝાન્ડર સાથે લડવા પ્રાર્થના કરી. પરંતુ ધનનંદે તેમનું અપમાન કરી રાજસભાનો ત્યાગ કરવા જણાવ્યું. જેથી તેમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ધનનંદને રાજા તરીકે નહિ હટાવે ત્યાં સુધી તે શિખા (ચોટી) બાંધશે નહિ. આવી પ્રતિજ્ઞા ભાજપમાં શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, કાશીરામ રાણા અને મોટા ગજાના 500 નેતાઓએ નરેન્દ્ર મોદીને હરાવવા માટે લીધી હતી. પણ તેઓ બધા ખતમ થઈ ગયા છે. હવે માત્ર પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા અને ડો. પ્રવિણ તોગડીયા, મનસુખ વસાવા એકલાએકલા લડી રહ્યાં છે. સાથે મોરચો ક્યાંય દેખાતો નથી. તેથી ભાજપના નાના જૂથો પીડાઈ રહ્યાં છે.
ભાજપના જુથવાદને સમજવા માટે મનસુખ વસાવાનો કિસ્સો પુરતો છે. હાલના ભાજપના જૂથવાદને અને નેતાઓને સમજવા માટે વસાવાનો કેસ પુરતો છે. તેની આસપાસના આદિવાસી એવા બીજા નેતાઓને પણ એટલાં જ અન્યાય થાય છે. પણ તેઓ બોલતાં નથી. સાથે મળીને લડતા નથી. તેથી 1 કરોડ આદિવાસી હોવા છતાં સંગઠન કે મજબૂત જૂથ ન હોવાથી ભાજપના નેતાઓ સામે લડી શકતાં નથી.
6 વખત લોકસભામાં ચૂંટાયેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પક્ષ દ્વારા કરાવાતાં પક્ષાંતરનો વિરોધ કરી રહ્યાં છે.
વસાવાએ સપ્ટેમ્બર 2023માં જાહેર કર્યું હતું કે, ભાજપમાં આદિવાસીઓના હક્કની વાત સાંભળવામાં આવતી નથી. ખનિજ, રેતી, જંગલ ચોરી કરવામાં આવી રહી છે. વ્હાલાદવલાની નીતિને કારણે નવા આવેલા ધારાસભ્યો વરિષ્ઠ નેતાઓનું માન જાળવતા નથી. નવા લોકો પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેની જાણ પક્ષમાં કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી.
ચાર નેતા પાટીલને મારા વિશે ગેરમાર્ગે દોરે છે, મને ટિકિટ મળે કે ન મળે, પણ હું ખોટું નહીં ચલાવી લઉ. બેઠકમાંથી વોકઆઉટ કર્યા બાદ તેઓ પત્રકારો સમક્ષ બોલી રહ્યાં હતા.લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય પક્ષોમાં ચહલપહલ છે. જેમાં વિખવાદો પણ એટલા જ છે. કોંગ્રેસ, આમ આદમી પક્ષ અને ભાજપ એમ તમામમાં વિખવાદો છે.
જૂથવાદ અને મહત્વકાંઢાના કારણે નેતાઓ પક્ષ છોડીને બીજા પક્ષોમાં પક્ષાંતર કરી રહ્યાં છે. તે ગુજરાતના રાજકાણની કાળી ટીલી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ બેઠક ત્યાગ કર્યો હતો.ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ચૂપકીદી તોડી ભાજપના હદ્દેદારો સામે રોષ ઠાલવેલો હતો. હું સાચો છું. જો નહીં બોલું તો આ લોકો મારા વિષે પ્રદેશ કક્ષાએ વધુ ઝેર ભરશે. આવનારી લોકસભામાં મને ટિકિટ મળે કે ન મળે એનાથી મને કોઈ નિસબત નથી પણ હું પ્રજા માટે પહેલા પણ ઉભો હતો અને આગળ પણ ઉભો રહીશ.
સાચાબોલાની છાપ ધરાવતા સાંસદ મનસુખ વસાવા અચાનક પાર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહ્યા હતા. ભાજપની સંસદીય બોર્ડની બેઠકનો બહિષ્કાર કરતો તે ઘટના કદાચ પહેલી બની હતી. સાંસદ વિરુદ્ધ વાતો કરી પ્રદેશના નેતાઓને ગેરમાર્ગે દોરી રહ્યાં હોવાનું તેઓ માનતાં હતા. આ પરિસ્થિતિને જન્મ આપ્યો હોવાનો રોષ સાંસદે પત્રકારો સમક્ષ ઠાલવ્યો હતો.
હાલ મારા વિરોધીઓને પ્રજા સામે ખુલ્લા પાડવા પડશે. આજે નવા નિશાળિયાઓ હોદ્દાઓ પર શું બેસી ગયા છે. પાર્ટીના પાયાના કાર્યકરોને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરે છે. પણ હું પાર્ટી વિરોધી કામ નહીં થવા દઉં. ભાજપના જે લોકો મારો વિરોધ કરે છે તેમને કોન્ટ્રાક્ટજોઈએ છે. રેતી ખનન કરવી છે, જેનાથી લોકો નારાજ છે. હું હંમેશા આદિવસી સમાજ અને ભાજપ પાર્ટી માટે લડતો આવ્યો છું અને લડતો રહીશ.
ઈંટ નો જવાબ ઈંટ છે, છબી ખરડાવાની કોશિશ કરી તો નહીં ચલાવી લઉ.
અમે ઘર્ષણ જોયો છે. તે આજના હોદ્દેદારોને નહીં સમજાય. તે લોકોને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને મારાં વિશે ગેરમાર્ગે દોરવાનું કામ જ આવડે છે.
ચારની ટોળી
આ ટોળકીના લોકો મને બદનામ કરવાનું કાવતરું રચે છે. મારા વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, સુગર ફેક્ટરીના અધ્યક્ષ ઘનશ્યામ પટેલ પોતાનું મહત્વ વધે એ વિચારે છે. પક્ષનો વ્યાપ કેમ વધે તે વિચારતાં નથી. ઝઘડિયાના ધારાસભ્ય કાલાભાઈ ઉર્ફે રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ આ ચાર લોકોની ટોળકી અને તેમના સાથે જોડાયેલા કેટલાક લોકો અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છે.
મોટા નેતાઓ રેતી માફિયાઓ અને ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલા છે. આ નેતાઓ સત્તાનો દૂર ઉપયોગ કરી ખોટા કામ કરવા મને બદનામ કરી રહ્યા છે. તેમના સામે મને રોષ છે. મેં લોકો માટે કામ કર્યું છે અને કરતો રહીશ. પણ ખોટું નહીં ચલાવી લઉ.
મેં હંમેશા પાર્ટીના વિકાસની અને સંગઠનની વાત કરી છે. મારાથી નારાજ લોકો પ્રદેશ કક્ષાએ ઉંધુ ચિત્ર દર્શાવી મારી છબી ખરાબ કરે છે. સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના હરેશ વસાવાને ભાજપમાં લેવામાં સાંસદ વિરોધ કરે છે, એવી ખોટી વાત પણ પ્રદેશ અધ્યક્ષને કહીં ગેરમાર્ગે દોરે છે. જ્યારે મેં કોઈને ભાજપમાં જોડાવા માટે ના નથી પાડી. ફક્ત એટલું કહ્યું છે કે સ્થાનિક લોકો સાથે પરામર્શ કરીને બજા પક્ષમાંથી આવે એવી મારી માગ છે.
મનસુખ વસાવા જેવા નિષ્ઠાવાન નેતાઓ શોધવા મુશ્કેલ છે. કોંગ્રેસના નેતા અહમદ પટેલનું ધનોતપનોત વસાવાએ કાઢી બતાવ્યું છે. તે કામ નરેન્દ્ર મોદી કરી શક્યા ન હતા. તે કામ મનસુખ વસાવાએ અહમદ પટેલને રાજકીય રીતે પુરા કરવાનું કરી બતાવ્યું છે. તેથી તેને બોલવાનો પુરો હક્ક છે. એવું ગુજરાત ભાજપના ઘણાં નેતાઓ માને છે.
વાસાવા પક્ષ નહીં પણ પોતાને જે સત્ય દેખાય તે કર્યું છે. અગાઉ વારંવાર કર્યું છે. હજું પણ કરતાં રહેવાના છે. ગઈ ચૂંટણીમાં તેઓ નિવૃત્તી લેવાના હતા. પણ પક્ષે તેમને સમજાવીને ટિકિટ આપી હતી.
2020માં ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચાલતું હતું ત્યારે આંદોલનકારીઓને સમર્થન આપવા ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. ત્યારે પણ તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ.
પૈસા આપીને ખોટા પ્રમાણપત્રો લઇન આદિવાસીઓનો અધિકાર ભોગવે છે. હું બીજા આદિવાસી નેતાઓને પણ કહું છું કે, તમારામાં તાકાત હોય તો આદિવાસીઓને સમર્થન કરો, નહીં તો આદિવાસી નેતા બનાવાનું બંધ કરી દો. તમે આદિવાસીઓને કારણે જ છો. સત્તાની પરવા કર્યાં વિના આદિવાસીઓના હિત કામ કરો. આદિવાસીઓ ચૂપ નહીં રહેવુ જોઇએ.
ભરૂચના સાસંદ અને મુળ નર્મદા રાજપીપળાના રહેવાસી મનસુખ વસાવા છેલ્લા એક વર્ષથી આદિવાસીઓને તેમને હક અપવવા માટે ચળવળ ચલાવી રહ્યાં હતા. તે વાત કેટલાક બની બેઠેલા આદિવાસી આગેવાનોને પસંદ પડી નથી. જેથી મનસુખ વસાવાના લેન્ડ લાઇન નંબર ઉપર ફોન કરી તમારા મૃત્યુના દિવસો નજીક આવી ગયા છે, તેવા ધમકી ભર્યા ફોન કરતાં હતા. છતાં તેઓ ડર્યા ન હતા. ભરૂચ જીલ્લાના પોલીસ વડાને લેખિતમાં ફરીયાદ કરી હતી.
વસાવા સામે ભાજપનું મોટું જૂથ કામ કરી રહ્યું છે.
છ વખત લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને અજય બનાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોની વાત કરવા માટે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. તેઓ પક્ષની પણ શરમ રાખ્યા વગર જે કંઈ પ્રજા હીતમાં લાગે તે ચોખ્ખું કહી દે છે. આ કારણે તેમણે કેન્દ્ર સરકારમાં પ્રધાન પદેથી હઠાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી પણ વસાવાની સાચી વાત સહન કરી શક્યા ન હતા. 2019માં અને હવે 2024માં તેમને લોકસભાની ભરૂચ બેઠક પરની ટિકિટ ભાજપ ન આપે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. કોંગ્રેસના ખજાનચી અને દેશના પૂર્વ નેતા અહેમદ પટેલ ભરૂચના હતા, ભરૂચમાં તેઓ લોકસભાની બેઠક જીતાડી શકતાં નથી. પાંચ ટર્મથી અહેમદ ભરૂચમાં કોંગ્રેસને જીતાડી શક્યા નથી. તે કોંગ્રેસના પ્રમુખના સલાહકાર વર્ષો સુધી રહ્યાં હતા. પોતે ન જીતી શકે તે પક્ષને કઈ રીતે જીતાડી શકે.
ભ્રષ્ટાચારનો વિરોધ
ભાજપના સાંસદ વસાવાએ ભરૂચના કલેક્ટરને 23 ઓગસ્ટ 2018ના રોજ પત્ર લખ્યો હતો કે, તેમાં તેમણે રાવ કરી છે કે, આરોગ્ય વિભાગ દ્વારા બાંધવામાં આવતાં દવાખાના અને હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ચોમાસાના પાણીથી ધાબા ગળે છે. વળી અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચે ફોર ટ્રેક બની રહેલાં રસ્તા અને રાજપીપળાથી દેવલિયા સુધી બનતાં નવા રસ્તાના કામમાં વપરાતી માટી અને રેતીની રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે. પોઈચા બ્રિજથી બેટ સુધી રેતીની મંજૂરી વગર ઉઠાવી લેવામાં આવી હતી. ક્વોરીઓ મંજૂરી વગર પથ્થર કાઢે છે. નાના કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવામાં આવી છે પણ મોટા કોન્ટ્રાક્ટરોને કંઈ કરવામાં આવતું નથી. ખેડૂતોને પકડીને કેસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ રેતી માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
રાજીનામું આપ્યું
ફેબ્રુઆરી 2021માં નર્મદા ઈકો સેન્સેટિવ ઝોન તાત્કાલિક ધોરણે હટાવવા નરેન્દ્ર મોદીને આકરો પત્ર લખ્યો હતો.
રબારી, ભરવાડ, ચારણને આદિવાસીઓની યાદીમાંથી હઠાવવા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. મનસુખ વસાવાએ રાજીનામુ આપી દીધું હતું. ભાજપના હોદ્દેદારો સહીત 29 મહત્વના કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા.
અમેરિકાની ન્યૂજર્સી ખાતે આવેલી ખ્યાતનામ સંસ્થા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનિઝશન દ્વારા ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઈ ડી વસાવા ને એવોર્ડ અપાયો હતો.
તો રાજીનામું આપીશ
તત્કાલિન આદિજાતિ બાબતોના કેન્દ્રીય પ્રધાન મનસુખ વસાવાએ આદિવાસીઓની રજૂઆતો બાદ યોગ્ય જવાબ ન મળતાં રાજીનામું આપી દેવાની ચમકી ઉચ્ચરી હતી. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી જેવા આદિવાસી જિલ્લાઓમાં અનેક સમસ્યા અંગે તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોનો વિકાસ થયો નથી. રાજ્ય સરકારે તે માટે કામ કરવું જોઈએ. ગુણવત્તા સાથેનું શિક્ષણ મળવું જોઈએ. તેમ થતું ન હોવાથી સ્પર્ધાત્મ પરિક્ષામાં આદિવાસી બાળકો સારો દેખાવ કરી શકતા નથી. જો આ પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો કેન્દ્રીય પ્રધાન તરીકે હું રાજીનામું આપી દઈશ. એવું વડોદરાના 3 જુલાઈ 2016ના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું.
વસાવાની સાચી વાત તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદી પટેલ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહન કરી શક્યા ન હતા. તેમને કેન્દ્રીય મંત્રી મંડળમાંથી પડતાં મૂકવામાં આવ્યા હતા. આવી દરેકની હાલત ભાજપમાં છે. સરકારમાં પ્રજાના કામ ન થાય તો પણ ન બોલવું એવું મોદી, શાહ અને ભાજપના તમામ પ્રદેશ પ્રમુખ અને મુખ્ય પ્રધાનો માનતા આવ્યા છે. દરેકની આવી હાલત તેઓ કરતાં આવ્યા છે. તેથી ભાજપના કાર્યકરો સાચું કહેવાથી કાયમ ડરે છે.
મારો શું વાક? શું ગુનો? મને કેમ કાઢી મૂક્યો?
લોકસભાના ગુજરાતના 26 સાંસદો પૈકી એકમાત્ર સાંસદ મનસુખ વસાવાને રાજ્યકક્ષાના પ્રધાન 24 મે 2014ના રોજ બનાવવામાં આવ્યા હતા. પછી તેમને આનંદીબેન સામે ઉચ્ચારો કરવા બદલ મોદી સરકારમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ અગાઉ તેઓએ કહ્યું હતું કે મારો શું વાંક હતો કે કેન્દ્ર સરકારમાં આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન તરીકે રાજીનામું લઇ લેવાયું ? હું હવે સ્વતંત્ર હોવાથી સરકાર સમક્ષ ઊંચા અવાજે વાત કરીશ. લોકોને કહ્યું હતું કે તમે ચિંતા ન કરતા. હું આવનાર સમયમાં ખુમારીથી કામ કરવાનો છું. મને પદ કે સત્તાની હવે કોઇ ચિંતા નથી. આદિવાસીઓના પ્રશ્નોની સરકારમાં રજૂઆતો કરતો રહીશ. સત્યને વળગી રહીશ. નર્મદા ડેમનું પાણી નર્મદા અને ભરૃચ જિલ્લાના લોકોને પણ મળવું જોઇએ. કોંગ્રેસ પક્ષ, જેડીયુમાં કે બી.પી.એસ.માં હું જોડાવાનો નથી. હવે પછી હું કોઈ હોદ્દા ધારણ નહી કરું, માત્ર સાંસદ તરીકે કાર્ય કરીશ. સાચી રજૂઆતો કરી, સાચુ બોલતો રહીશ.
પ્રધાન તરીકે મારું કોઈ સાંભળતું ન હતું
6 જુલાઈ 2016ના રોજ પ્રધાનમંડળમાંથી પડતા મુકાતા વ્યક્ત કર્યો હતો કે, આદિવાસી સમાજના લાભ માટે તેઓ અથાક પ્રયાસો કરી રહ્યા હતા છતાં તેમને સતત એવું લાગતું હતું કે, તેમના પોતાના જ મંત્રાલયમાં તેમને કોઈ ગણતું નહોતું. તેમની સામે વિરોધનું જાણે વાતાવરણ હતું. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને રાજ્યના પૂર્વપટ્ટીના આદિવાસીઓના લાભ માટે વારંવાર વિનંતીઓ કરી, યોજનાઓના યોગ્ય અમલ માટે રજૂઆતો કરી. પરંતુ રાજ્ય સરકાર તરફથી કોઈ જ સહકાર મળતો નહોતો. કેન્દ્રની એકલવ્ય સ્કૂલ યોજના હેઠળની ગુજરાતની શાળાઓની હાલત અત્યંત દયનીય છે. સરકાર આ વિષે કોઈ જ પગલાં નહીં ભરે તો તેઓ પ્રધાનપદેથી રાજીનામુ આપી દેશે. આમ છતાં રાજ્ય સરકારે કોઈ જ પગલાં ન ભર્યા, તેમ તેમણે કહ્યું. રાજીનામું આપી દેશે એવો પત્ર લખ્યો તે પત્રને આગળ ધરીને ભાજપ મોવડીમંડળે રાજીનામું આપવાની સુચના આપી હતી. ગુજરાત સરકારમાં નારાજ લોકોએ મારી ફરિયાદ કરી હશે. જેના કારણે મંત્રીપદેથી મારૂ રાજીનામું લઇ લેવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી અગાઉ 26 એપ્રિલ 2014ના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનસુખ વસાવાને પ્રમાણિક અને સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નેતા ગણાવ્યાં હતાં અને મનસુખ વસાવા જાહેરમંચ ઉપર આંસુને રોકી શકયાં ન હતાં.
ભિલિસ્તાન ટાઇગર સેનામાં જોડાઇશ નહી
રાજપીપળાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શિક્ષકો, શિક્ષણ અને શિક્ષણ પ્રધાન ભૂપેનદ્ર ચૂડાસમા પર આક્ષેપ કર્યા હતા. ખરાબ પરિણામના કારણે શિક્ષકો જવાબદાર છે. મારા વિસ્તારમાં 60થી 70 ટકા શિક્ષકો જુગાર રમે છે અને શિક્ષકો દારૂ પણ પીવે છે. દારૂ અને જુગાર રમનાર શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવી શકે છે. શિક્ષણ પ્રધાન નિષ્ફળ ગયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાએ તેમને ખોટા કહ્યા ત્યારે વસાવાએ ફરી એજ આક્રમકતાથી આરોપો દોહરાવ્યા હતા. આંકડાઓ દર્શાવે છે કે ખાનગી શાળા કરતા સરકારી શિક્ષકો વધુ ઊંચો પગાર મેળવી રહ્યા છે. હાલમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. તેના માટે શિક્ષણ પ્રથા જવાબદાર છે.
ભાજપમાં આદિવાસી જૂથને એકલા અટુલા પાડી દાવાયા હતા.
રિવોલ્વરથી મારી નાંખવાની ધમકી
16 જાન્યુઆરી 2018ના રોજ ગીરના રબારી,ચારણ અને ભરવાડને આદિજાતિના પ્રમાણપત્રો આપી નોકરી આપવામાં આવી રહી છે તે અંગે આદિવાસીઓના નામે અપાયેલા પ્રમાણપત્રો રદ્દ કરવા માંગ કર્યા બાદ તેમને મારી ત્રણ દિવસમાં 50થી વધારે ફોન ધમકી આપતાં આવ્યા હતા. તેમણે એસપીને અરજી આપી તપાસની માંગ કરી છે. સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યાં બાદ હવે તેઓ ભરવાડ અને રબારી સમાજના નિશાના પર આવી ગયાં હતા. મૃત્યુઘંટ વાગી ચુકયો છે, રિવોલ્વર કાફી છે, એવી ધમકી આપી. મને ડરાવી ધમકાવીને લડત બંધ થાય તેવું પૂર્વ આયોજીત કાવતરૂ હતું. સૌરાષ્ટ્ર તરફના ભરવાડો અને રબારી તરફથી આ કૃત્ય કરાઇ રહયું હોવાની તેમણે શંકા વ્યક્ત કરી હતી. જેના સંદર્ભે મનસુખ વસાવાને બે હથિયાર ધારી પોલીસ કોન્સ્ટેબલનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું.
ગાળા ગાળી, મારા મારી
14 જુન 2018ના દિવસે રાજપાપળા નગરપાલિકાની પ્રમુખની ચૂંટણી વખતે ભાજપનાં અસંતુષ્ટ સભ્યોને ઘુસવા નહીં દેવા મામલે કોંગ્રેસનાં ડભોઇ નગરપાલીકાનાં પૂર્વ પ્રમુખ અધિકારીઓ જોડે દલીલ કરી રહ્યા હતા તે સમય દરમ્યાન સાંસદ મનસુખ વસાવા અને જીલ્લા ભાજપનાં પ્રભારી સતીષ પટેલ આ જોઇ જતા અંદર આવી વાંધો લેતા મામલો બીચક્યો હતો, અને સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસનાં કોર્પોરેટર સુરેશ વસાવા અને કમલ ચૌહાણ વચ્ચે જીભાજોડી અને ગાળાગાળી થઇ હતી. તે સમય દરમ્યાન વાત મારા મારી સુધી પહોચી હતી અને ખેંચાખેંચી પણ થઇ હતી. જો કે હાજર પોલીસ અને અન્યોએ બન્ને ને છુટા પાડયા હતા. સાંસદે જણાવ્યુ હતુ કે કોંગ્રેસ વાળાએ અમને ગાળો આપી જ્યારે કોંગ્રેસના સભ્ય કમલ ચૌહાણે જણાવ્યુ કે, એક સાંસદે ન શોભે તેવુ કૃત્ય કર્યુ હોવાથી અમે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીશુ. પછી કંઈ ન થયું.
વસાવાને પ્રશ્નો પૂછતાં વ્યક્તિને તેમણે જાહેરમાં ખખડાવી નાંખ્યા હોવાનો એક વિડિયો જાહેર થયો હતો.
GPCB ભ્રષ્ટાચારી છે
17 મે 2018ના દિવસે ભ્રષ્ટાચારને ઉચ્ચકક્ષાએ રાજુઆત બિલકુલ ખચકાટ વગર કરી હતી. ભરૂચ અને આસપાસના વિસ્તારો નાના કે મધ્યમ ઉદ્યોગકારોને GPCB ના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોવા બાબતની લેખિતમાં ફરિયાદ સીધી જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ જિલ્લાના પાનોલી અને અંકલેશ્વર GIDC સાથે જોડાયેલ નાના અને મધ્યમ ઉદ્યોગકારોને પ્રદૂષણ અને ભૂતિયા કનેક્શનના બહાના હેઠળ વારંવાર GPCB ના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જે ખરેખર યોગ્ય ન કહેવાય. મનસુખ વસાવાના મનમાં હકિકતમાં કોના પર ગુસ્સો છે તે ખુલીને બહાર નથી આવી રહ્યો. અંકલેશ્વર GIDCમાં ભૂતિયા કનેક્શનને શોધવા નિકળેલા અઘિકારીઓને વિકૃત માનસિકતા ધરાવતા નકામાં અધિકારીઓ ગણાવ્યા હતા. તે અધિકારીઓના કારણે ઉદ્યોગકારોને સહન કરવાનો વારો આવે છે. ખોદકામ કરવાથી, ક્લોઝર કાર્યવાહી કરવાથી GIDCમાં ભૂતિયા કનેક્શન ના મળે.
સડેલી બાદામ કેમ આપી
17 માર્ચ 2018ના દિવસે દિલ્હીથી વડોદરા આવી રહેલી નિઝામુદ્દીન મુંબઇ વચ્ચે ચાલતી ઓગસ્ટ ક્રાન્તિ ટ્રેનમાં મનસુખ વસાવા સહિતના સાંસદોને પીરસાયેલા નાસ્તામાં સળેલી બદામ સાથેના ડ્રાયફ્રુટ જણાતાં સંસદસભ્યોએ તાત્કાલીક રેલ મંત્રીને વોટસ્અપ કરીને ફરીયાદ કરી હતી. વડોદરાના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ તથા છોટાઉદેપુરના સંસદ સભ્ય રામસિગ રાઠવા અને ભરૂચના સંસદસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા દિલ્હીથી વડોદરા આવી રહ્યા હતા. દોડતી અગસ્ત ક્રાન્તિ ટ્રેનમાં આ સાંસદો મુસાફરી કરી રહ્યા હતા. તેઓને આજે નાસ્તો પીરસાવવામાં આવ્યો હતો. જેમાં ડ્રાયફ્રુટ આપવામાં આવ્યા હતા. પેકેટમાંથી નીકળેલી બદામ સડેળી જણાઇ આવતાં તાત્કાલીક ટ્રેનના પેન્ટ્રી ઇન્ચાર્જને બોલાવીને ફરિયાદ કરી હતી. નાસ્તાની તસવીરો લઇને તાત્કાલીક રેલ મંત્રીને મોકલી આપીને આ અંગેની ફરીયાદ કરી હતી.
9000 કરોડના જિંગા કૌભાંડમાં મનસુખ વસાવા મૌન
સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટતાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવતાં 98 તળાવો હતા, જેમમાંથી રૂ.17 કરોડના ખર્ચે બનેલાં 23 ખાનગી તળાવો તોડી પાડવામાં આવ્યાં હતા. ત્રણ વર્ષ પહેલાં આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતાં. રૂ.200ના કિલોના ભાવે જિંગા વેચાય છે. રૂ.900 કરોડ ઉપરાંતના જીંગા તળાવ કૌભાંડે રાજયભરમાં ચકચાર જગાવી હતી. હાંસોટમાં જીંગા તળાવ કૌભાંડમાં સરકારની નિષ્ક્રીયતાને કારણે અસામાજીક તત્વોને છુટો દોર મળી ગયો હતો.
જીંગા તળાવ કૌભાંડ બાદ કોમી રમખાણો થયાં હતાં જેમાં ત્રણ યુવાનોના મોત થયાં હતાં. હિંદુ સમાજના લોકોના નામ ખોટી રીતે ફરિયાદમાં દાખલ કરી દેવામાં આવ્યાં છે. બે હિંદુ યુવાનોની હત્યાના ગુનામાં આજે પણ પરિવારોને ન્યાય મળ્યો નથી. 200થી વધારે લોકો જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયાં હતાં. ભાજપ તરફથી કોઇ મદદ કરવામાં આવી નથી. જીંગા તળાવમાં થયેલો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાંસોટના કોમી રમખાણો માટે જવાબદાર હતો. તેથી ભાજપમાંથી ઘણાં લોકોએ રાજીનામાં આપી દીધા હતા. રૂ.9000 કરોડોનું કૌભાંડ થયું અને કોમી તોફાનોમા લોકો પરેશાન થયા છતાં ભાજપના સાંસદ મુસુખ વસાવા જાહેરમાં એક શબ્દ બોલ્યા ન હતા.
2021માં કહ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે, પણ લોકો સુધી પહોંચ્યા નથી. હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સંસદસભ્યો બોલતા નથી. ભાજપના કેટલાક ધારાસભ્યો-સાંસદો માત્ર લેબલ માટે વિધાનસભા કે લોકસભામાં જાય છે . હકીકતમાં કોઈ આદિવાસીઓના હામી નથી. ગુજરાતના ફાયરબ્રાંડ આદિવાસી નેતા સાંસદ મનસુખ વસાવા વિવાદનો મધપૂડો છંછેડતા રહે છે. ‘હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ‘ ગુજરાતના મંત્રીમંડળમાં 2021માં ભરૂચ જિલ્લાને સ્થાન અપાયું નથી. પાર્ટીના નેતૃત્વએ ભરૂચ જિલ્લાને સ્થાન આપવા વિચારવું જોઈએ.
ભાજપના મનસુખ વસાવાએ રૂપાણી સરકારના ભ્રષ્ટાચાર ખૂલ્લા પાડ્યા હતા. આરોપ મૂકતાં ભાજપ મુખ્ય પ્રધાન બદલવાની વાતને ફરી એક વખત જોરથી ધક્કો લાગ્યો હતો. મનસુખ માંડવીયાને મુખ્ય પ્રધાન બનાવવાના છે એવો મુદ્દો ભાજપના એક જૂથ દ્વારા જાહેરમાં લવાયા બાદ મુસુખ વસાવાએ રૂપાણી સરકારને ભીંસમાં લીધી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી માં આદિવાસીઓના હકોની વાત કરતા અટકાવવામાં આવ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના 121 ગામોને તકલીફ છે.
જંગલો કપાતા અને જમીન જતાં વન સંપત્તિ બચાવો અભિયાન શરૂ કર્યું હતું. વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે તેમજ ભાડભૂત બેરેજ યોજનાના પ્રોજેકટમાં વળતર માટે માંગણી કરી હતી. જમીન ગુમાવનાર ખેડૂતોની વ્હારે આવ્યા હતા. જૂલાઈ 2021માં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ખોટા આદિવાસીઓના પ્રમાણપત્રો રદ્દ કરવાના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેની તપાસમાં થઈ રહેલી વિલંબનીતિ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા. એપ્રિલ 2021માં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળાના ભૂગર્ભ ગટરમાં નબળી ગુણવતા પર અનેક સવાલો ઉભા કર્યા હતા.
મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ મને પક્ષ ક્ષમા કરે. પછી મુખ્ય પ્રધાને સમજાવતાં તેઓએ રાજીનામું પરત ખેંચ્યું હતું.
9 જૂલાઈ 2021માં કેન્દ્રીય મંત્રી મંડળ માં વડોદરા સહિત મધ્ય ગુજરાતને હડહડતો અન્યાય થયો હતો.
2021માં સંસદ મનસુખભાઇ વસાવાએ કહ્યું હતું કે, આદિવાસી સમાજનો વ્યક્તિ ગુજરાતના મુખ્યમંત્રી બનવા જોઈએ. આઝાદી પછી દેશના આદિવાસીઓનો જે રીતે વિકાસ થવો જોઈએ એવો થયો નથી સિંચાઈ સુવિધાના અભાવે રોજી રોટી માટે આદિવાસીઓએ અન્ય સ્થળે હિજરત કરે છે.
2021માં નર્મદા જીલ્લાના વિવિધ વિકાસના કામોમાં બહારના કોન્ટ્રાક્ટરો કામ કરી જતા રહે છે. બહારના કોન્ટ્રાક્ટરો અહીંયા કોઈને ગાંઠતા ન હોવાનો મનસુખ વસાવા ના આક્ષેપ. એપ્રિલ 2021માં ખેડૂત લક્ષી પ્રોજેકટના કામની ગુણવત્તા મુદ્દે સાંસદ મનસુખ વસાવા ની CM રૂપાણીને ફરિયાદ. ખેડૂતના હીતને લગતા કરજણ જળાશય યોજનાના જમણા કાંઠાની મુખ્ય નહેરના ચાલતા કામની ગુણવત્તા અંગે આરોપો મૂક્યા હતા.
વસાવાના દીકરી તથા ભત્રીજાની ઉમેદવારી સ્થાનીક ચૂંટણીમાં નોંધાવી હતી, જે દાવેદારી પાછી ખેંચી હતી. તેમણે પોતાના પરિવારને લાવી જૂથ ઊભું કરવા પ્રયાસ કર્યો હતો.
આદિવાસીઓની છોકરીઓ અન્ય વિસ્તારમાં એજન્ટો વેચે છે એવો આરોપ સરકાર પર લગાવ્યો હતો.
કેવડીયા વિસ્તારનાં 20 ગામના ખેડૂતોને નર્મદાનું સિંચાઈનું પાણી કેમ અપાતું નથી એવો વારંવાર સવાલ તેઓ સરકારને પૂછતાં રહ્યાં છે. ખેડૂતોને નર્મદાનું પાણી માટે મોદીને પત્ર લખ્યો હતો. નર્મદા ડેમ નીચે વસેલાં ખેડૂતોને સિંચાઇના પાણી માટે વલખાં છે. ગરુડેશ્વર કાંઠા વિસ્તારના બંને બાજુના ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે.
આદિવાસી હિન્દુ નથી એવો પ્રચાર કરનારને ભાજપ સાંસદની ચેતવણી. આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે.કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે.
સાંસદ મનસુખ વસાવાએ નવસારી ભાજપના ધારાસભ્ય નરેશ પટેલને ચીમકી આપી હતી.
વિકાસ લક્ષી કામની આડમાં સરકારના કરોડો રૂપિયા ની રોયલ્ટીની ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
ઠપકાની ચિંતા કર્યા વગર બોલતા નેતા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા હાઈકમાન્ડના ઠપકાની ચિંતા કર્યા વગર પોતાની વાત બેબાક રીતે રજૂ કરવા જાણીતા છે. આદિવાસીઓને અસર કરતા મુદ્દાઓ અને પોતાના મતક્ષેત્રના મુદ્દાઓને લઈ વસાવા મૌખિક અને લેખિત રજૂઆત કરતા રહે છે.