ગુજરાતમાં હજુ પણ 24 કલાક રાજ્ય માટે ભારે હોવાનું કહેવાય છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં 24 કલાક ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે.
આ અંગે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બંગાળની ખાડીમાં વધુ એક લૉ પ્રેશર સિસ્ટમ સર્જાયી છે. જેના કારણે દેશના પશ્ચિમી રાજ્યો ખાસ કરીને ગુજરાત માટે આગામી 24 કલાક ભારે છે. આ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યની મોટાભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે રાજ્યના 100થી ડેમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.