દેશમાં એક બે બેઠકો સિવાય તમામ બેઠકો પર શાંતીપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જો આપણે ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતની 26 લોકસભા બેઠક માટે પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં કચ્છ સૌરાષ્ટ્રની આઠ બેઠકો ખુબ મહત્વની માનવામાં આવે છે.
તો આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી અને ભાવનગરની બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. બંને પક્ષ આજે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો મતદાન કરે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે પાંચ વાગ્યા સુધીના મતદાનના આંકડા પર નજર કરીએ તો,
(1) કચ્છમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 51 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – વિનોદ ચાવડા
કોંગ્રેસ – નરેશ મહેશ્વરી
(2)સુરેન્દ્રનગરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 52 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – મહેન્દ્ર મુંજપરા
કોંગ્રેસ – સોમા ગાંડા
(3)રાજકોટમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 58 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – મોહન કુંડારિયા
કોંગ્રેસ – લલિત કગથરા
(4)પોરબંદરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 51 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – રમેશ ધડૂક
કોંગ્રેસ – લલિત વસોયા
(5)જામનગરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 54.14 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – પૂનમબેન માડમ
કોંગ્રેસ – મુળુભાઈ કંડોરિયા
(6)જુનાગઢમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 54.15 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – રાજેશ ચુડાસમા
કોંગ્રેસ – પૂંજાભાઈ વંશ
(7)અમરેલીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 51.48 ટકા મતદાન નોંધાયું
ઉમેદવાર
ભાજપ – નારણ કાછડિયા
કોંગ્રેસ – પરેશ ધાનાણી
(8)ભાવનગરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં – 53.48 ટકા મતદાન નોંધાયું
ભાજપ – ભારતીબેન શિયાળ
કોંગ્રેસ – મનહર પટેલ
ગુજરાતની ટોટલ 26 બોઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધીમાં 59 ટકા મતદાન નોંધાયું છે.