રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે વડોદરાના કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યુ હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અક્ષય પટેલ છેલ્લા ઘણાં સમયથી પ્રદેશની નેતાગીરીથી નારાજ હતા. ત્યારે ધારાસભ્ય અક્ષય પટેલે ફોન પણ સ્વીચ ઓફ કર્યો અને પોતાના ઘરે પણ નથી.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. આ રાજકીય ઉથલ પાથલના કારણે હવે કોંગ્રેસે રાજ્યસભાની એક બેઠક ગુમાવવી પડે એવી સ્થિતિ થઈ છે. બીજી તરફ ભાજપ ત્રીજી બેઠક જીતવાની નજીક આવી ગઈ હતી. પરંતુ હજુ ભાજપ 2થી 3 ધારાસભ્યોને રાજીનામાં અપાવવાની વેતરણમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે