Sajid Kothari દાણચોરી અને માફિયાઓ માટે પોરબંદર દેશભરમાં બદનામ હતું.
Sajid Kothari તે બધા માફિયાઓને પોરબંદર ની જેલમાં રાખવામાં આવતાં હતા. એક સમય એવો આવ્યો કે જેલના દરવાજા ખોલીને આ માફિયાઓ બહાર ફરતાં હતા. તેથી જેલ બંધ કરી દેવી પડી હતી.
ગાંધી, કસ્તુરબા અને સુદામાનુ શહેર કાયમ અશાંત રહેતું આવ્યું છે. વિદેશના પેરિસીન નકલ કરીને કેટલાંક બિલ્ડીંગો બનાવેલા છે. પણ તે સામાજિક રીતે ક્યારેય પેરીશ બની શક્યુ નહીં. પોરબંદર પેરિસ ન બન્યુ પણ અમેરિકાનું ખતરનાર શહેર શિકાગો જેવું બની ગયું હતું.
1970થી 2010 સુધી માફિયાઓનુ વર્ચસ્વ હતું. જેલના ચોપડે અનેક ગેંગો નોંધાયેલી જોવા મળે છે.
દાનવીર અને સૌરાષ્ટારના સૌથી શ્રીમંત નાનજી કાલીદાસનું શહેર ગુંડાગીરીના કારણે વેપારી શહેર ન બની શક્યું. નાનજી કાલીદાસની મીલો હતી. જેમાં મજદૂર યુનિયનને દબાવવા માફિયાઓનો ઉદય થયો હતો.
વાઘેર ગેંગ અને મેર ગેંગ વચ્ચે વોર ચાલ્યું હતું. જેમાં સરમણ મુંજા કડછા – જાડેજાની ગેંગનો વિજય વાઘેર ગેંગ સામે થયો હતો. પછી મેર અને ખારવા ગેંગ વચ્ચે વોર ચાલતું થયું. તેમાં વિજય થતાં મેર ગેંગની સામે મેર ગેંગ ઉભી થઈ હતી. પછી મેરના કુટંબોની ગેંગ બહાર આવી હતી.
આ બધી જ ગેંગના આરોપીઓ પોરબંદર જેલમાં લાવવામાં આવતાં હતા.
નારણ મેપા લોઢારીનું વર્ચસ્વ અને નારણ સુધા જેવા ખાસ સાથીદારના કારણે હતું. રાજકીય નેતા પાછળ ખર્ચેલા રૂપિયાનું યોગ્ય વળતર મેળવવામાં દાણચોરો ખૂબ પાવરધા બનતા ગયા.
નારણ મેપા લોઢારી અને તેની ગેંગ ખારવાવાડ વિસ્તારમાં ફેલાયેલી હતી. નારણ મેપાનું વર્ચસ્વ તોડવા નારણ સુધાએ ગેંગ મોટી કરી હતી.
1960-70ના સમયમાં પોરબંદરનો સમુદ્ર કિનારો દાણચોરો માટે સ્વર્ગ સમાન હતો. જે રીતે 2020થી 2024 સુધી ડ્રગ્સ માટે પોરબંદરનો દરિયો છે એમ જ દાણચોરી માટે થતું હતું.
મનુ રાયચુરા, ગોવિંદ તોરણીયા ઉર્ફે ગોવિંદ ટીટી, મમુમિયાં પંજુમિયાં, લાલજી પાંજરી, ભીખુ દાઢી, કાળીયો બાલી, કાનજી ફુલી જેવા અનેક દાણચોરો અહીં થયા હતા. જે પકડાતાં તે પોરબંદરની જેલની હવા ખાતા હતા.
પોરબંદર દરિયા કિનારે સોનું,ચાંદી,કાપડ અને સિગારેટ આવતી હતી. હવે ભાજપના રાજમાં ડ્રગ્સની દાણચોરી થાય છે.
પોરબંદરના વતની એવા દાદા અબ્દુલ્લા એન્ડ કંપની ભારત અને દક્ષિણ આફ્રિકામાં કામ કરતી હતી. દાદા અબ્દુલ્લાએ દક્ષિણ આફ્રીકામાં ભારતીઓની આઝાદી માટે અને ભારતની આઝાદી ભરપુર આર્થિક સહાય કરતાં હતા. તેથી અંગ્રેજોએ તેમના ત્રણ જહાજોને મધદરિયે ડૂબાડી દીધા હતા. તેની સાથે વીજળી – વેટર્ના જહાજની ગુજરાતમાં 1960થી બનેલી લોકોની સરકારે શોધખોળ કરી નથી. કેટલાંક શીપના કેસ ચાલી રહ્યાં છે. આ શીપના કાટમાળમાં ખજાનો ભરેલો પડેલો છે. તે કોઈ લૂંટી લે તે પહેલાં તેની શોધખોળ કરવી જોઈએ