Sajid Kothari28મી જાન્યુઆરી 2022માં લાજપોર જેલથી જામીન પર છૂટ્યા બાદ સુરતનો ડોન સજ્જુ કોઠારી ફરાર થઇ ગયો હતો.
Sajid Kothariફરીથી ખંડણી ઉઘરાવવાનુમ શરૂ કર્યું હતું. તેથી તેની સામે બીજી વાર ગુજકોટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. તેનો ભાઈ પણ સાથે જ લાજપોર જેલમાં બંધ હતો.
અગાઉ રાંદેર અને અઠવા પોલીસ દ્વારા ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી.
28મી જાન્યુઆરી 2022માં Sajid Kothari જામીન પર છૂટ્યો હતો. જેલની બહાર નીકળતાં જ તેને ફરી પકડી લેવામાં આવ્યો હતો.
સાગરિતો પોલીસ સાથે ઝપાઝપી કરી સજ્જુ કોઠારીને ભગાડી ગયા હતા. 35 ગુનાનો આરોપી સજ્જુ કોઠારીને પહેલીવાર સુરતમાં તેના ઘરમાંથી જ ઝડપવામાં આવ્યો હતો. તેની ગેંગના નામે 58 ગુના હતા. સુરતમાં આટલા ગુના હોય તેઓ આ એકમાત્ર આરોપી છે. તેની સુરતમાં ધાક હતી. લોકો તેના નામે થરથર કાંપતા હતા. કારણ કે તેને કોઈ રાજકીય ગોડફાધરના બે હાથ મળ્યા હતા.
સજ્જુ કોઠારી ભાગતો ફરતો હતો ત્યારે અગાઉ નાગપુર અને મુંબઈથી પકડવામાં આવ્યો હતો.
Sajid Kothari રાંદેર પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જે તે વખતે સચિન પોલીસમાં માથાભારે સજ્જુ કોઠારી, તેનો ભાઈ સહિત 3 જણા સામે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં માથાભારે આરીફ કોઠારીની પણ મદદગારી હતી.
ભગાડવામાં સુરત પોલીસ જવાબદાર હતી. તે સજ્જુ સાથે મળેલી હતી. ભગાડવામાં પોલીસ પોતે જ હતી.
પોલીસ સસ્પેન્ડ
3 ફેબ્રુઆરી 2022માં સુરતમાં યોગ્ય કાર્યવાહી ન કરવા બાબતે રાંદેર પોલીસ સ્ટેશનના પી આઈ એચ. એમ. ચૌહાણ અને પીએસઆઇ આર. એલ. પટેલને સસ્પેન્ડ કર્યા હતા. સુરતના રાંદેરમાં એક વર્ષ પહેલા સ્ટેટ વિજિલન્સ ટીમે દારૂનો કેસ કર્યો હતો. આ કેસના આરોપી આરીફ કોઠારી અને યોગેશ ટંડેલ વોન્ટેડ હતા. રાંદેર પોલીસે ફરીથી આરીફ કોઠારી અને યોગેશ ટંડેલ વિરુદ્ધ દારૂનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસના આરોપી 1 વર્ષ બાદ પકડાયો હતો. રાંદેર પોલીસે સજ્જુ કોઠારીની ધમકીના કેસમાં ધરપકડ કરી હતી. જો કે આ કેસમાં સજ્જુને લાજપોર જેલમાં રાખવામા આવ્યો હતો. ત્યારે જામીન પર છૂટતા પી. એસ. આઈ. આર.એલ.પટેલે અટકાયતી પગલાંમાં સજ્જુની ધરપકડ માટે લાજપોર જેલ ગયા હતા. તે દરમિયાન સજ્જુ પોલીસ જોડે ઝપાઝપી કરીને તેના અન્ય વ્યક્તિ જોડે બાઇક પર ભાગી ગયો હતો.
પોલીસથી ફરાર
16 ફેબ્રુઆરી 2022 જમીનની મોટી સોપારી ફોડનાર સજ્જુ ઉર્ફે સાજુ કોઠારી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો.
સુરત પોલીસને હંફાવી રહ્યો છે.
આ વાતની જાણ ચાર કલાક સુધી ફોજદાર પટેલએ કંટ્રોલમાં કરી ન હતી. જેના કારણે બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પણ તેની સામે કોઈ આકરાં પગલા લેવાયા ન હતા. સુરતનો સૌથી મોટો ડોન ભાગી જાય અને તેની સામે કોઈ પગલાં ન લેવાય તે સુરતના લોકો માટે શંકા ઉપજાવે એવું હતું. ગુજરાતની અડધી સરકાર સુરતથી ચાલતી હતી.
ખંડણીખોર સજ્જુ કોઠારી લાજપોર જેલની બહારથી ફરાર થવાની ઘટનાની તપાસમાં ખબર પડી હતી કે, ત્યાં આરીફ અને યોગેશ પણ ઉભા હતા.
લોકોનો સાથ
આરીફને પકડી ઝૂંપડપટ્ટીની બહાર લાવી જીપમાં બેસાડવા જતા હતા, એટલામાં તેના પંટરો અને કેટલી મહિલાઓએ હોબાળો કરી અચાનક પોલીસના માણસો પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરીફને છોડાવી ત્યાંથી ભગાડી મૂક્યો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કરી દીધો હતો. જેના કારણે પોલીસના જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હોવાની વાત છે.
રાંદેર પોલીસને આપવામાં આવતા રાંદેર પોલીસ ડી-સ્ટાફના પીએસઆઈ હડિયા અને 4 કર્મચારીઓ રાંદેરમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં આરીફ કોઠારીને પકડવા ગયા હતા. પોલીસની ટીમે આરીફને પકડીને ઝૂંપડપટ્ટીમાંથી બહાર કાઢ્યો અને જીપમાં બેસાડી દીધો. ટોળાએ પોલીસ સાથે મારપીટ કરી અને આરીફને છોડાવી લીધો. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા થઈ હતી.
ગુજકોટોક
ગુજરાતમાં સજ્જુ કોઠારી પહેલો એવો આરોપી છે જેની સામે ગુજકોટોકના 2 ગુના નોંધાયા છે. પહેલીવાર લાજપોર જેલ મોકલી આપ્યો હતો. ફેબ્રુઆરી 2021માં સુરતમાં આ પાંચમી ગેંગ હતી તેની સામે ગુજકોટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તે કેદીઓ સમક્ષ તેનું ગૌરવ લે છે. લાજપોર જેલ અને પોરબંદર જેલમાં તે આ ઘટનાને ગૌરવથી લે છે. તેના મસલ્સ બતાવીને બીજા કેદીઓને આવી વાતો પોરબંદર જેલમાં કહી રહ્યો છે.