સુરતના પાંડેસરામાં દિવાળીના દિવસે એક અઢી વર્ષની બાળકી સાથે રેપ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પાંડેસરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં સુરત પોલીસે માત્ર સાત દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે 7 દિવસમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.
આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની છે. સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપીને ઝડપી સજા મળે તે માટે પોલીસે માત્ર સાત જ દિવસમાં ચાર્જશીટ (Chargesheet)દાખલ કરીને એક ઈતિહાસ રચ્યો છે. આ પહેલા અન્ય એક રેપ કેસમાં પોલીસે નવ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
દિવાળીના દિવસે આરોપી ગુડડું યાદવે અઢી વર્ષની માસુમનું અપહરણ કરીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તે પછી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી.
તે વખતે પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તે દરમિયાન પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતા નજરે પડ્યો હતો. તે પછી પોલીસે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.