હાર્દિક પંડ્યાની તોફાની ફિફ્ટી બાદ રોમેન્ટિક સેલિબ્રેશન, ગર્લફ્રેન્ડ માહિકા પર આ અંદાજમાં વરસાવ્યો પ્રેમ
ઝિમ્બાબ્વે સામેની રસાકસીભરી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ઐતિહાસિક રમત બતાવીને ટી20 વર્લ્ડ કપ ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર (256 રન) ઊભો કર્યો હતો. આ સ્કોર સુધી પહોંચવામાં હાર્દિક પંડ્યાનો સિંહફાળો રહ્યો હતો. પંડ્યાએ માત્ર 23 બોલમાં અર્ધશતક ફટકારીને મેદાન ગજવી મૂક્યું હતું, પરંતુ તેની બેટિંગ કરતા પણ વધુ ચર્ચા તેના ‘ફ્લાઈંગ કિસ’ સેલિબ્રેશનની થઈ રહી છે.
અર્ધશતક બાદ સ્પેશિયલ ‘ફ્લાઈંગ કિસ’ સેલિબ્રેશન
હાર્દિક પંડ્યાએ ઇનિંગના છેલ્લા બોલે સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી હાફ સેન્ચુરી હતી. અર્ધશતક પૂરું થતા જ હાર્દિકે સ્ટેડિયમમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ માહિકા તરફ બેટ બતાવીને એક પછી એક ઘણી ફ્લાઈંગ કિસ આપી હતી. આ રોમેન્ટિક અંદાજ જોઈને સ્ટેડિયમમાં હાજર ચાહકો પણ ઝૂમી ઉઠ્યા હતા. માહિકા પણ હાર્દિકની આ તોફાની બેટિંગ અને અંદાજ જોઈને ખુશીથી ગદગદ થઈ ગઈ હતી અને સીટ પરથી ઊભી થઈને સતત તાળીઓ વગાડતી જોવા મળી હતી.
ટીમ ઈન્ડિયાએ 72 રને મેળવી ભવ્ય જીત
ભારતીય ટીમે આ મેચમાં ઝિમ્બાબ્વેને 72 રનના મોટા અંતરથી હરાવ્યું છે. હાર્દિક પંડ્યાએ માત્ર બેટથી જ નહીં, પરંતુ બોલિંગમાં પણ કમાલ કરી હતી. તેણે 3 ઓવરમાં માત્ર 21 રન આપીને પોતાની ઉપયોગીતા સાબિત કરી હતી. તેના આ ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. પંડ્યા ઉપરાંત યુવા બેટ્સમેન અભિષેક શર્માએ પણ 30 બોલમાં 55 રનની આક્રમક ઇનિંગ રમીને ફોર્મમાં વાપસી કરી છે.
𝐂𝐨𝐦𝐞𝐭𝐡 𝐭𝐡𝐞 𝐦𝐨𝐦𝐞𝐧𝐭, 𝐜𝐨𝐦𝐞𝐭𝐡 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐏𝐚𝐧𝐝𝐲𝐚. 🤌
A breathtaking burst at the death by him, powered #TeamIndia past 250 with authority! 🙌
ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/LazrvENuz8
— Star Sports (@StarSportsIndia) February 26, 2026
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
હાર્દિક પંડ્યાનું આ રોમેન્ટિક સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યું છે. ચાહકો પંડ્યાના આ નવા અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. હાર્દિક હાલમાં આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ સાબિત થઈ રહ્યો છે. તેની આક્રમક બેટિંગ અને મહત્વની ક્ષણોમાં વિકેટ લેવાની ક્ષમતા ટીમને સેમીફાઈનલની રેસમાં મજબૂત બનાવી રહી છે.
