સેક્સ ની વાત આવે એટલે ઘણાં એવા સવાલો છે જે લગભગ દરેક ને મુંઝવતા હોય છે. તેમાંય ટીનએજ થી લઈ યુવાની સુધી સેક્સ મામલે આવા યુવાનો માં જુદાજુદા મત પ્રવર્તતા હોય છે.
સેક્સોલોજીસ્ટ ના મતે સહવાસ માણવાથી અથવા તો કિસ કરવાથી પણ ઘણી ખરી કેલરી બર્ન કરી શકાય છે જોકે સેક્સને લગતા ઘણાં બધા સવલો એવા હોય છે જેના જવાબ જ નથી મળી શકતા આ પ્રકારના સવાલોમાંથી એક સવાલ એ છે કે સેક્સ કેટલી વખત માણવું યોગ્ય છે? ઘણાં લોકો સમજે છે કે જેટલું વધારે વખત સેક્સ માણો એટલું જ સ્વાસ્થ્ય માટે સારું હોય તો, તો કેટલાકનું માનવું છે કે વધારે કરવાથી ઉત્તેજના ઘટે છે.
આ વાતની તપાસ કરવા માટે 18 થી 49 વર્ષના લોકો પર એક હાથ ધરાયેલા રિસર્ચ માં કેટલીક ચોંકાવનારી બાબતો નાખુલાસા થયા કે તે વાતો કપલ્સ કોઈ સાથે શૅર નથી કરતા રિસર્ચ ની વાત માનીએ તો 18-29 વર્ષ સુધીના લોકો વર્ષમાં લગભગ 110 વખત સેક્સ માણે છે જ્યારે 30 થી 39 વર્ષના લોકો વર્ષમાં લગભગ 86 વખત અને 40 થી 49 વર્ષના લોકો 69 વખત સેક્સ માણે છે. જેમાંથી 45% કપલ્સ મહીનાના અમુક દિવસ જ સંબંધ બનાવે છે તે સાથે 13 % કપલ્સે માન્યું કે લગ્નના એક વર્ષ પછી તેમની વચ્ચે સેક્સ ની તીવ્રતા ઘટી હતી.
કિન્જી ઈન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ ઈન સેક્સ, રીપ્રોક્શન એન્ડ જેન્ડર દ્વારા થયેલ સંશોધન માં જૂદી જુદી વય ના અને જેતે પરિસ્થિતોઓ માં રહેનાર લોકો ઉપર થયેલા રિસર્ચ મુજબ લગ્ન પછી ઘરની જવાબદારી વધતા સહવાસ ઓછો થઈ જાય છે તેમજ બાળકો ની સંભાળઅને બીમારી તેનું મુખ્ય કારણ છે. ખરેખર સેક્સ કપલ્સની સમજદારી અને માનસિકતા પર આધાર રાખે છે . જો 2 વ્યકિત કમ્ફર્ટેબલ હોય તો જેટલી વખત ઈચ્છે તેટલી વખત સેક્સ માણી શકે છે. જોકે બન્ને વચ્ચે પોતાના મૂડ ઉપર તે વાત આધાર રાખે છે.
