IND vs WI: શુભમન ગિલની ઈજાથી બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11, કોને મળશે તક?

4 Min Read

IND vs WI: શુભમન ગિલની ઈજાથી ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફારની શક્યતા, કોને મળશે તક?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવાર, 27 સપ્ટેમ્બરે રમાનારી મેચથી પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલની ફિટનેસ પર સવાલ ઊભો થયો છે. શુક્રવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બેટિંગ કરતી વખતે બોલ ગિલની કોણી પર વાગ્યો હતો. ઈજા બાદ તે ફરી બેટિંગ કરવા આવ્યો નહોતો અને લાંબા સમય સુધી મેડિકલ ટીમની દેખરેખમાં રહ્યો હતો. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગિલ મેચ પહેલાં સંપૂર્ણપણે ફિટ થઈ શકશે કે નહીં.

જો ગિલ સમયસર ફિટ નહીં થાય તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવો પડશે. તેની જગ્યાએ બેકઅપ ઓપનર તરીકે યશસ્વી જયસ્વાલને તક મળવાની શક્યતા છે. આ ઉપરાંત ટીમમાં અન્ય સ્થાન માટે પણ કેટલાક ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે.

- Advertisement -

gilll.jpg

પ્રેક્ટિસ દરમિયાન ગિલની કોણીમાં વાગ્યો બોલ

પ્રથમ વન-ડે પહેલાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશનમાં શુભમન ગિલ સાથે બનેલી ઘટનાએ ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે. ગિલ નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક બોલ સીધો તેની કોણી પર વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ તેને તાત્કાલિક દુખાવો થયો અને થોડા સમય બાદ પીડા વધતી જોવા મળી.

- Advertisement -

ગિલની સ્થિતિ જાણવા માટે મોહમ્મદ સિરાજ પણ તેની પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટીમની મેડિકલ ટીમે ભારતીય કેપ્ટનની લાંબા સમય સુધી તપાસ કરી હતી. ગિલ ઈજાગ્રસ્ત ભાગ પર આઈસ પેક લગાવીને બેઠેલો જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ રહી કે ઈજા બાદ તે ફરી નેટ્સમાં બેટિંગ કરવા માટે આવ્યો નહોતો.હાલમાં તેની ઉપલબ્ધતા અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ નથી. એટલે રવિવારની મેચ પહેલાં ગિલ સંપૂર્ણપણે ફિટ થાય છે કે નહીં તેના પર બધાની નજર રહેશે. જો તે રમવા માટે ઉપલબ્ધ ન રહે, તો ભારતને ઓપનિંગ જોડીમાં ફેરફાર કરવો પડશે.

ગિલ નહીં રમે તો યશસ્વી જયસ્વાલને તક

શુભમન ગિલની ગેરહાજરીમાં યશસ્વી જયસ્વાલ સૌથી સ્વાભાવિક વિકલ્પ બની શકે છે. ટીમમાં બેકઅપ ઓપનર તરીકે હાજર જયસ્વાલને ગિલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમના માટે આ એક મહત્વપૂર્ણ તક હશે, કારણ કે ટીમમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરવાની તક તેમને મળી શકે છે.

જોકે, ઓપનિંગ સિવાય પણ ભારતીય ટીમમાં એક મહત્વપૂર્ણ ચર્ચા છે. ચોથા ક્રમે શ્રેયસ અય્યરની જગ્યા માટે ટીમ પાસે ઋતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ અને નમન ધીર જેવા વિકલ્પો છે. આમાંથી નમન ધીરની પસંદગીને લઈને શરૂઆતથી જ ચર્ચા રહી છે.ટીમની જરૂરિયાત, ખેલાડીઓની ભૂમિકા અને તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખવામાં આવે તો ઋતુરાજ ગાયકવાડને આ સ્થાન માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યો છે. જો ગિલ નહીં રમે અને જયસ્વાલ ઓપનિંગમાં આવે, તો બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેશે.

- Advertisement -

gilll0.jpg

બોલિંગમાં પણ એક સ્થાન માટે રસપ્રદ પસંદગી

ભારતીય બોલિંગ આક્રમણમાં પણ એક સ્થાનને લઈને ચર્ચા છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજ ઝડપી બોલિંગ વિભાગની આગેવાની કરશે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા તેમનો સાથ આપશે. હવે ત્રીજા ઝડપી બોલર તરીકે ગુરનૂર બ્રારને તક મળે છે કે આકિબ નબીને સામેલ કરવામાં આવે છે, તે જોવાનું રહેશે.

બોલિંગ કોચ મોર્ને મોર્કેલની તાજેતરની ટિપ્પણીઓ પરથી ગુરનૂર બ્રારને પ્રાથમિકતા મળવાની સંભાવના દેખાઈ રહી છે. સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.જો ગિલ સમયસર ફિટ નહીં થાય, તો ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનમાં કે.એલ. રાહુલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, ગુરનૂર બ્રાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થઈ શકે છે.

Share This Article