ભારતનું ‘મિશન એનર્જી’: જયશંકર UAEમાં અને વિદેશ સચિવ વિક્રમ મિસરી યુરોપના પ્રવાસે
મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને અશાંતિ વચ્ચે ભારત પોતાની ઊર્જા (Energy) અને વ્યૂહાત્મક સુરક્ષાને મજબૂત કરવા માટે એક્શન મોડમાં આવી ગયું છે. એક તરફ વિદેશ મંત્રી એસ. જયશંકર UAE પહોંચ્યા છે, તો બીજી તરફ વિદેશ સચિવ વિક્રમ મિસરી અમેરિકાની મુલાકાત બાદ હવે ફ્રાન્સ અને જર્મનીના પ્રવાસે રવાના થયા છે. ભારતની આ રાજદ્વારી દોડધામ પાછળનું મુખ્ય કારણ દેશની તેલ-ગેસની જરૂરિયાતો અને સુરક્ષાના હિતોનું રક્ષણ કરવાનું છે.
વિક્રમ મિસરીનો અમેરિકા બાદ હવે યુરોપમાં મોરચો
વિદેશ સચિવ વિક્રમ મિસરી રવિવારથી પેરિસ (ફ્રાન્સ) અને બર્લિન (જર્મની) ની ત્રણ દિવસની મુલાકાતે છે. આ પહેલા તેમણે અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો કરી હતી.
મિસરીનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની વાતો ચાલી રહી છે. મિડિલ ઈસ્ટમાં જો સંઘર્ષ લાંબો ખેંચાય, તો ભારતને મોંઘું તેલ ખરીદવું પડી શકે છે. આથી, ભારત યુરોપના શક્તિશાળી દેશો સાથે મળીને ઊર્જાના વૈકલ્પિક રસ્તાઓ અને સુરક્ષા પર ચર્ચા કરી રહ્યું છે.
ફ્રાન્સ અને જર્મનીમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા?
વિક્રમ મિસરીની આ મુલાકાત ભારત માટે ઘણી રીતે ખાસ છે:
- ફ્રાન્સમાં મંત્રણા: પેરિસમાં તેઓ રક્ષા, પરમાણુ ઊર્જા, સ્પેસ, સાયબર સિક્યોરિટી અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ફ્રાન્સના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરશે.\
- જર્મનીમાં વ્યૂહરચના: બર્લિનમાં વેપાર, રોકાણ, ગ્રીન એનર્જી (હરિત ઊર્જા) અને ટેકનોલોજીના મુદ્દાઓ પર વાતચીત થશે. મિડિલ ઈસ્ટના સંકટની ભારતની અર્થવ્યવસ્થા પર શું અસર થઈ શકે છે, તે અંગે પણ અહીં ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
This week, Under Secretary William Kimmitt and India’s Foreign Secretary, Vikram Misri, met to discuss advancing U.S.-India cooperation on critical and emerging technologies, securing trusted supply chains, and exploring opportunities for U.S. AI exports. pic.twitter.com/7upBQRPz3d
— ITA (@TradeGov) April 10, 2026
ભારત માટે આ મિશન કેમ જરૂરી છે?
ભારત પોતાની તેલ અને ગેસની જરૂરિયાતો માટે મોટાભાગે મિડિલ ઈસ્ટ પર નિર્ભર છે. હાલમાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ભીતિ છે. આ જ કારણ છે કે વિદેશ મંત્રી જયશંકર પોતે UAE માં ‘એનર્જી પાર્ટનરશિપ’ પર જોર આપી રહ્યા છે.
A pleasure to address the inaugural session of the 9th Indian Ocean Conference alongside Prime Minister @Ramgoolam_Dr of Mauritius and @rammadhav_, President @indfoundation.
Made the following key points :
➡️ The Indian Ocean is not just a framework but an ecosystem, a resource… pic.twitter.com/fEKnwdXD1P
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 10, 2026
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ભારતની મુલાકાત લીધી હતી. હવે વિદેશ સચિવનો આ પ્રવાસ તે સંબંધોને વધુ ગાઢ બનાવશે. ભારતનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે – દુનિયામાં ગમે તેટલી ઉથલપાથલ થાય, દેશની રક્ષા અને ઊર્જા સુરક્ષામાં કોઈ આંચ ન આવવી જોઈએ.
