ટી20 વર્લ્ડ કપ 2026: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખિતાબી જંગ, કયા દિવસે થશે ટક્કર? આ રહ્યું શેડ્યૂલ

3 Min Read

IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્યારે રમાશે T20 વર્લ્ડ કપનો ફાઈનલ? નોંધી લો તારીખ, સમય અને સ્થળ

આખરે તે ઘડી આવી ગઈ છે જેની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ICC ટી-20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. સેમીફાઈનલમાં પોતપોતાની જીત નોંધાવીને ભારત અને ન્યુઝીલેન્ડ હવે ખિતાબી જંગ માટે આમને-સામને થશે. ભારતે રોમાંચક સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડને ધૂળ ચટાડી છે, જ્યારે ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ્યું છે.

8 માર્ચના રોજ અમદાવાદમાં રમાશે મહાજંગ

ટી-20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ 8 માર્ચ ના રોજ રમાશે. આ દિવસે રવિવાર હોવાથી ચાહકો માટે રજાનો દિવસ છે, જેનો અર્થ છે કે સ્ટેડિયમથી લઈને ટીવી સ્ક્રીન સુધી પ્રેક્ષકોનો ભારે ધસારો જોવા મળશે. આ ઐતિહાસિક મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

- Advertisement -

ind vs nz.jpg

ભારતીય ચાહકો માટે આ મેદાન પર 2023ના વનડે વર્લ્ડ કપની હારનો બદલો લેવાની અને ફરીથી ચેમ્પિયન બનવાની સુવર્ણ તક છે.

- Advertisement -

મેચનો સમય અને શેડ્યૂલ

જો તમે મેચ લાઈવ જોવાનું વિચારી રહ્યા હોવ, તો સમય નોંધી લેજો:

  • ટોસનો સમય: સાંજે 6:30 કલાકે
  • મેચની શરૂઆત: સાંજે 7:00 કલાકે
  • સ્થળ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

જો મેચમાં વરસાદ કે અન્ય કોઈ અડચણ ન આવે અને પૂરી 40 ઓવરની રમત રમાય, તો રાત્રે આશરે 10:30 વાગ્યા સુધીમાં આપણને ટી-20 ક્રિકેટનો નવો વિશ્વ વિજેતા મળી જશે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસે ઈતિહાસ રચવાની તક

ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય જેવી જ રહી છે, માત્ર દક્ષિણ આફ્રિકા સામે એક મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ માટે આ પ્રથમ ICC ટૂર્નામેન્ટ છે. સૂર્યાની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ આક્રમક ક્રિકેટ રમી છે અને હવે દરેક ભારતીય આશા રાખી રહ્યો છે કે સૂર્યા પોતાની કેપ્ટનશિપમાં ભારતને વર્લ્ડ કપની ટ્રોફી અપાવે.

- Advertisement -

nz.jpg

20 માંથી માત્ર 2 ટીમો જ બચી

આ વર્લ્ડ કપની શરૂઆત 20 ટીમો સાથે થઈ હતી. અનેક ઉતાર-ચઢાવ અને રોમાંચક મુકાબલા બાદ 18 ટીમો બહાર થઈ ગઈ છે. હવે માત્ર ભારત અને ન્યુઝીલેન્ડ જ મેદાનમાં છે. ન્યુઝીલેન્ડની ટીમ હંમેશા ICC ટૂર્નામેન્ટમાં ભારત માટે પડકારરૂપ સાબિત થઈ છે, તેથી ફાઈનલ ખૂબ જ રસાકસી ભરેલી રહેવાની શક્યતા છે.

Share This Article