ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચે તોડ્યા તમામ રેકોર્ડ! વ્યૂઅરશીપમાં ભારતના ઐતિહાસિક વિજયને પણ પાછળ છોડ્યો

3 Min Read

ડિજિટલ રેકોર્ડ્સનો ધડાકો: ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચમાં તૂટ્યા સ્ટ્રીમિંગના તમામ રેકોર્ડ, ICC એ કરી મોટી જાહેરાત

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 એ ડિજિટલ પ્લેટફોર્મ પર વ્યુઅરશિપના તમામ જૂના રેકોર્ડ્સ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. નૉકઆઉટ સ્ટેજ શરૂ થાય તે પહેલા જ આ ટૂર્નામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી અને ડિજિટલી એન્ગેજ્ડ ઇવેન્ટ બની ગઈ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પુષ્ટિ કરી છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની નિર્ણાયક મેચ દરમિયાન સ્ટ્રીમિંગના આંકડાઓએ અગાઉના તમામ રેકોર્ડ્સને પાછળ છોડી દીધા છે.

2024 ના ફાઈનલનો રેકોર્ડ પણ તૂટ્યો

ICC ના જણાવ્યા અનુસાર, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી સુપર-8 મેચ દરમિયાન ICC.tv પર એકસાથે  મેચ જોનારા યુઝર્સનો નવો વિક્રમ નોંધાયો છે. આ અગાઉ સૌથી વધુ વ્યુઅરશિપનો રેકોર્ડ 2024 ના T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન હતો, પરંતુ 2026 ના આ મુકાબલાએ તેને પણ પાછળ છોડી દીધો છે. નવાઈની વાત એ છે કે હજુ તો સેમીફાઈનલ અને ફાઈનલ મેચો બાકી છે, તેમ છતાં અત્યાર સુધીમાં જોવાયેલી કુલ મિનિટોનો આંકડો 2024 ના આખા વર્લ્ડ કપ કરતા વધી ગયો છે.

- Advertisement -

0san1.jpg

વર્ષ 2024 ની સરખામણીમાં આ વખતે યુનિક યુઝર્સમાં 28% અને કુલ પ્લેટાઈમ (જોવાનો સમય) માં 56% નો તોતિંગ વધારો જોવા મળ્યો છે.

- Advertisement -

સોશિયલ મીડિયા પર 10 બિલિયન વ્યૂઝનો આંકડો પાર

ICC ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ ચાહકોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં વીડિયો વ્યૂઝનો આંકડો 10 બિલિયન ને પાર કરી ગયો છે. ICC ને અપેક્ષા છે કે ટૂર્નામેન્ટ પૂરી થાય ત્યાં સુધીમાં તે 16 બિલિયનના રેકોર્ડને પણ વટાવી જશે. સરેરાશ વોચ ટાઈમ  પણ 47 મિનિટથી વધીને 58 મિનિટ થઈ ગયો છે, જે દર્શાવે છે કે લોકો માત્ર સ્કોર જોતા નથી પરંતુ લાંબા સમય સુધી મેચની મજા માણી રહ્યા છે.

0san.jpg

બિન-પરંપરાગત દેશોમાં ક્રિકેટનો વધતો પ્રભાવ

ક્રિકેટને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવાના ICC ના પ્રયાસો સફળ થતા દેખાઈ રહ્યા છે. આ વર્ષે હિન્દી, ઉર્દૂ ઉપરાંત નેપાળી, જાપાનીઝ અને બહાસા ઇન્ડોનેશિયા જેવી ભાષાઓમાં પણ બ્રોડકાસ્ટિંગ ઉપલબ્ધ છે. પરિણામે, એવા દેશોમાં વ્યુઅરશિપ વધી છે જ્યાં ક્રિકેટ બહુ પ્રચલિત નથી:

  • જર્મની: યુનિક યુઝર્સમાં 150% નો વધારો.
  • ઈટાલી: 136% ની વૃદ્ધિ.
  • જાપાન અને સાઉથ કોરિયા: વ્યૂઝ અને યુઝર્સ બંનેમાં 100% થી વધુનો ઉછાળો.
Share This Article