મુંબઈ માં શિવસેના ના વિરોધ વચ્ચે વિસ્ફોટક કેસ માં ઉંચકી લેવાયેલા પોલીસના અધિકારી સચિન વઝેને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની આકરી પુછતાછ શરૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે શનિવારે રાત્રે જ NIAએ પોલીસ અધિકારી વઝેની ધરપકડ કરી હતી. હવે NIA સચિન વઝેને PPE કિટ પહેરાવીને ક્રાઇમ સીન રીક્રિએટ કરશે. 25 ફેબ્રુઆરીએ PPE કિટ પહેરેલ એક વ્યક્તિનો CCTV વીડિયો સામે આવ્યો હતો. તેમાં એક વ્યક્તિ સ્કોર્પિયો પાસેથી પસાર થતો જોવા મળી રહ્યો છે. NIAને શંકા છે કે, આ એ જ વ્યક્તિ છે જેણે સ્કોર્પિયોને અંબાણી ઘરની બહાર ઉભી રાખી હતી. દરમિયાન સચિન વઝેની અન્ય ટીમના સભ્યોની પૂછપરછ શરૂ થઈ છે.
મુંબઈ પોલીસના મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેએ પોતાની ધરપકડ વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં તેમણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. સાથે જ કહ્યું છે કે NIAએ ફ્ક્ત શંકાના આધાર પર જ તેમની ધરપકડ કરી છે. તેમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. હાઈકોર્ટે આ અરજી સ્વીકારી છે, પરંતુ આ કેસની સુનાવણી ક્યારે કરવી તે હજુ સ્પષ્ટ નથી આમ પોલીસ અધિકારી વઝે હવે કાનૂન ની જાળ માં ફિટ થઈ ગયા છે આ એજ પોલીસ અધિકારી છે જેઓ એ પત્રકાર અર્બન ગોસ્વામી ની ધરપકડ કરી હીરોગીરી બતાવી હતી હવે તેમનો પણ વારો ચડતા મુંબઈમાં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.
Tuesday, May 7