માર્ચ મહિનાથી શિયાળો પૂરો થાય છે અને ઉનાળો શરૂ થાય છે આ મહિનો ન તો ખૂબ ઠંડો હોય છે અને ન તો ખૂબ ગરમ અને મિશ્ર ઋતુનો અનુભવ રહેતો હોય છે પરંતુ એપ્રિલ આવતાં હવામાન ગરમ થઈ જાય છે.
એપ્રિલમાં ગુડ ફ્રાઈડે ડે અને ઈદની રજાઓ આવે છે.
આવી સ્થિતિમાં તમે આ મહિને ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોયતો પહેલા એ જાણવું જોઈએ કે એપ્રિલમાં ક્યાં જવું જોઈએ અને ક્યાં નહિ.
યોગ્ય સ્થાન પસંદ કરીને, તમે સમય અને નાણાં બંને બચાવી શકો છો. એપ્રિલ મહિનામાં ખોટી જગ્યાએ મુસાફરી કરવાથી બધી મજા બગડી શકે છે.
આવો, આપને જણાવશું કે ક્યાં કેવું તાપમાન હોય છે અને ત્યાં ખાસ કરીને એપ્રિલ દરમિયાન ન જવું જોઈએ
આગ્રા
આગ્રા શહેર વિશ્વના સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. સાત અજાયબીઓમાંથી એક તાજમહેલ અહીં સ્થિત છે. આગ્રામાં અન્ય ઘણા પ્રવાસન સ્થળો છે જે વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષે છે. પરંતુ આગ્રા જવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ છે.
આગ્રામાં એપ્રિલમાં હવામાન ગરમ હોય છે. આ કારણોસર, આ સિઝનમાં મુસાફરી કરવાથી ગરમીમાં હાલત ખરાબ થઈ શકે છે અને બધી મજા બગડી જાય છે.
જેસલમેર
ઉનાળામાં રાજસ્થાનના મોટાભાગના શહેરો ગરમ હોય છે. અહીં રેતાળ વિસ્તારોમાં ઉનાળાની ઋતુમાં ખૂબ જ ગરમી પડે છે.
રાજસ્થાનનું જેસલમેર શહેર ભારતીય અને વિદેશી બંને પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ એપ્રિલ મહિનાથી અહીં ગરમીનો અનુભવ થવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે જેસલમેર જવા માંગો છો, તો નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે તમારી ટ્રિપ પ્લાન કરો.
પણ એપ્રિલમાં ગરમીના કારણે ફરવાની મજા બગડી શકે છે.
ગોવા
મોટાભાગના યુવાનો અને યુગલોને ગોવા ગમે છે અને ગરમીમાં સમુદ્ર કિનારે જવાનું સૌને ગમે છે પણ અહીં બપોરે તાપમાન વધી જાય છે.ભારતની સાથે વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ગોવા જવા ઈચ્છે છે.
ગોવામાં બીચ પર બેસવું ખૂબ જ આનંદદાયક છે, પરંતુ તમે ઉનાળાની ઋતુમાં ગોવામાં બહુ મજા નથી કરી શકતા અને ન તો તમે દિવસ દરમિયાન બીચ પર જઈ શકો છો અને ન તો તમે ગોવાના અન્ય કોઈ પર્યટન સ્થળ પર જવા ઈચ્છો છો. તેથી,ગોવાની મુલાકાત લેવાનો યોગ્ય સમય એ છે જ્યારે હવામાનનું તાપમાન થોડું ઓછું હોય.
આ માટે એપ્રિલમાં અહીં બપોરે નીકળવું મુશ્કેલ બને છે.
આમ,ઉનાળામાં તમે જો આ સ્થળોએ જવાનું વિચારતા હોયતો ગરમીની સ્થિતિ અંગે માનસિક તૈયારી સાથે જજો અન્યથા મજા બગડી જઈ શકે છે.