ભારત વિશ્વસ્તરે સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સતત આગળ વધી રહ્યુ છે. દેશમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો 1,85,398 સુધી પહોંચી ગયો છે. જ્યારે 5100થી વધુ લોકોના મોત થયા છે. રવિવારે સામે આવેલા કેસોની સાથે જ ભારતે ટોપ 10 દેશોની યાદીમાં એક સ્થાન આગળ વધી ગયુ છે. અત્યાર સુધી નવમા સ્થાને રહેલુ ભારત હવે જર્મનીને પાછળ છોડીને 8માં સ્થાને પહોંચી ગયુ છે. જર્મનીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંકખ્યા 1,83,000 છે.
સૌથી પ્રભાવિત અમેરિકા 18 લાખથી વધુ કેસની સાથે પહેલા સ્થાને છે. અમેરિકામાં અત્યાર સુધી એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે. જે પછી બ્રાઝિલ બીજા નંબરે છે, અહીં કુલ કેસોની સંખ્યા પાંચ લાખથી વધુ છે.
ભારતમાં રવિવારે કોરોના સંક્રમણના 8380 નવા કેસ સામે આવ્યા હતા જે અત્યાર સુધીના એક દિવસમાં સામે આવેલા સૌથી વધુ કેસ છે. ભારતમાં કુલ કેસો પૈકી 86 હજાર દર્દીઓ સારવાર દરમિયાન સ્વસ્થ થયા છે.