રાજસ્થાનના બારાંમાં શનિનારે રાત્રે 10 વાગે નેશનલ હાઈવે-90 પર ગેંગરેપની ઘટના બની છે. બાઈકથી ગામ પરત ફરતાં દંપતીને એક વૃદ્ધ સહિત પાંચ લોકોએ રોક્યાં હતા અને પછી તેમને બંધક બનાવ્યા હતા. ત્યારપછી તે બંનેને ધમકાવીને બાજુના ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં બદમાશોએ પત્નીની સાડીથી પતિના હાથ-પગ અને મોઢું બાંધ્યા હતા અને તેની સામે જ પત્ની સાથે ગેંગરેપ કર્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ SP વિનીત કુમાર બંસલ, ASP વિજય સ્વર્ણકાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પીડિત મહિલાને હોસ્પિટલ મોકલી અને પતિના હાથ-પગ ખોલ્યા હતા. બહેન અને જીજાના ના આવવાથી અંધારામાં રસ્તાના કિનારે ઉભેલી છોકરી રડવા લાગી હતી. તેણે ત્યાંથી પસાર થતાં લોકોને વાહન રોકવાનો ઈશારો કર્યો હતો. બાળકીને રસ્તા પર એકલા જોઈને ટ્રેક ડ્રાઈવરે ટ્રક રોકી હતી. બાળકીને રોવાનું કારણ પુછ્યું તો તેણે ઘટના ક્રમ જણાવ્યો. કોઈ દુર્ઘટના થઈ હોવાની શક્યતાએ ટ્રક ડ્રાઈવરે ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ રોક્યા.
અમુક લોકોએ ભેગા થઈને સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. ત્યાં ભેગા થયેલા લોકોએ બાળકી સાથે બહેન અને જીજાની તપાસ કરવા માટે ખેતરમાં જઈને બુમો પાડવાનું શરૂ કર્યું હતું. ત્યાં સુધીમાં પોલીસ પણ ઘટના સ્થળે પર પહોંચી ગઈ હતી. ત્યારપછી આજુબાજુના ખેતરોમાં સઘન રીતે તપાસ શરૂ કરતાં મહિલા બેભાન હાલતમાં મળી હતી. બીજી બાજુ તેનો પતિ હાથ-પગ અને મોઢું બાંધેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. તુરંત જ મહિલાને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં અમુક શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે, પીડિતાના રિપોર્ટના આધારે પોલીસે બંધક બનાવવા, ગેંગરેપ સહિત વિવિધ કલમ અંતર્ગત કેસ નોંધી લીધો છે. કેસમાં પીડિતાના પૂર્વ પતિના ભાઈ સહિત અમુક આરોપી સામે નામજોગ ફરિયાદ નોંધી લેવામાં આવી છે. અમુક શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.