ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં યમનની એન્ટ્રી: હૂતી વિદ્રોહીઓએ ઈઝરાયેલ પર છોડી મિસાઈલ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઇઝરાયેલ-ઈરાન જંગમાં હવે યમનની એન્ટ્રી, હૂતી વિદ્રોહીઓએ છોડી મિસાઇલ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સીધા સંઘર્ષમાં હવે યમનના હૂતી વિદ્રોહીઓએ પણ ઝંપલાવ્યું છે. શનિવારે સવારે યમન તરફથી ઇઝરાયેલ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો, જેણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. ‘ઓપરેશન રોઅરિંગ લાયન’ શરૂ થયા બાદ પ્રથમ વખત યમન તરફથી આ પ્રકારે સીધો હુમલો કરવામાં આવ્યો છે.

એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય અને સાયરનનો ગુંજારવ

ઇઝરાયેલી સૈન્ય (IDF) ના જણાવ્યા અનુસાર, યમનથી છોડવામાં આવેલી મિસાઇલ ઇઝરાયેલના ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. બીર શેબા અને નેગેવ જેવા વિસ્તારોમાં ભયજનક સાયરન વગાડવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ આ હુમલામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલો આ હુમલો ઇઝરાયેલ માટે એક ખુલ્લી ચેતવણી સમાન માનવામાં આવે છે.

- Advertisement -

yuti.jpg

હૂતી વિદ્રોહીઓની સીધી સૈન્ય દખલગીરીની ધમકી

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યમનના સશસ્ત્ર દળોએ શુક્રવારે જ અમેરિકા અને ઇઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો ઈરાન અને તેના સહયોગી જૂથો પર હુમલા ચાલુ રહેશે, તો યમનની સેના સીધી સૈન્ય દખલગીરી કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમારા હાથ લડવા માટે તૈયાર છે અને અમે મુસ્લિમ દેશો પરના હુમલા સહન કરીશું નહીં.”

- Advertisement -

નોંધનીય છે કે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં બંને પક્ષે ભારે નુકસાન થયું છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના અનેક મોટા નેતાઓના મોતના સમાચારથી ઈરાન સમર્થિત જૂથોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

jet.jpg

લાલ સમુદ્ર અને ‘ગ્રેટર ઇઝરાયેલ’નો વિવાદ

યમનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો છે કે ઇઝરાયેલ ‘ગ્રેટર ઇઝરાયેલ’ બનાવવાની લાલચમાં પાડોશી દેશો પર હુમલા કરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો લાલ સમુદ્રનો ઉપયોગ ઈરાન કે અન્ય મુસ્લિમ દેશો વિરુદ્ધ હુમલા કરવા માટે કરવામાં આવશે, તો હૂતી વિદ્રોહીઓ શાંત બેસશે નહીં. હૂતીઓનો ઉદ્દેશ્ય પ્રાદેશિક સહયોગ દ્વારા ઇઝરાયેલ જેવા ‘આક્રમણખોરો’ને મોટો ઝટકો આપવાનો છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.