ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડરની ETPLમાં એન્ટ્રી: જીમી નીશમ ગ્લાસગો કોસ્મિક સાથે જોડાયા

3 Min Read

યૂરોપિયન T20 પ્રીમિયર લીગમાં ધમાકો: ગ્લાસગો કોસ્મિકમાં જોડાયા કીવી ઓલરાઉન્ડર જીમી નીશમ

યૂરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL) ની પ્રથમ સીઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવી અને આકર્ષક ફ્રેન્ચાઇઝી લીગ માટે ટીમો પોતાની સ્ક્વોડને મજબૂત કરવામાં લાગી ગઈ છે, જેમાં ગ્લાસગો કોસ્મિકે એક બહુ મોટો દાવ ખેલ્યો છે. ગ્લાસગો કોસ્મિકે ન્યૂઝીલેન્ડના અનુભવી અને ઘાતક ઓલરાઉન્ડર જીમી નીશમ (Jimmy Neesham) સાથે કરાર કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેના ETPL ફ્રેન્ચાઇઝમાં જોડાવાના સમાચાર આવ્યા બાદ, હવે જીમી નીશમના આગમનથી આ લીગનું ગ્લેમર અને રોમાંચ બેવડાઈ ગયા છે. ૩૩ વર્ષીય આ કીવી ઓલરાઉન્ડરના સમાવેશથી ગ્લાસગો કોસ્મિકની બેટિંગ અને બોલિંગ એમ બંને બાજુઓ બેહદ મજબૂત થઈ ગઈ છે.

- Advertisement -

nw.jpg

મેચ-વિનિંગ ક્ષમતા અને બોલિંગ-બેટિંગમાં આક્રમકતા

જીમી નીશમ વિશ્વભરની લીગ્સમાં એક વાસ્તવિક ‘મેચ-વિનર’ તરીકે ઓળખાય છે. તે તેની આક્રમક બેટિંગ અને મધ્યમ ગતિની ધારદાર બોલિંગ માટે જાણીતો છે. T20 ક્રિકેટમાં જ્યારે પણ મેચની અંતિમ ઓવરો એટલે કે ડેથ ઓવર્સ (Death Overs) ચાલી રહી હોય, ત્યારે નીશમ ઝડપી રન બનાવીને મેચનું પાસું પલટવામાં માહિર છે.

- Advertisement -

બેટિંગ ઉપરાંત, બોલ સાથે પણ તે અત્યંત ચતુર માનવામાં આવે છે. જ્યારે પણ ટીમને ભાગીદારી તોડવા કે મહત્વપૂર્ણ વિકેટની જરૂર હોય, ત્યારે નીશમ કેપ્ટનનો સૌથી ભરોસાપાત્ર વિકલ્પ સાબિત થાય છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમવાનો વિશાળ અનુભવ મેળવ્યો છે. તે ICC ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટોમાં ન્યૂઝીલેન્ડની ટીમનો મહત્વનો ભાગ રહી ચૂક્યો છે. IPL, CPL, BBL જેવી વૈશ્વિક T20 લીગ્સમાં રમવાનો તેનો મોટો અનુભવ ગ્લાસગો કોસ્મિક માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.

ગ્લાસગો કોસ્મિકના સહ-માલિક મેથ્યુ હેડને કરી પ્રશંસા

જીમી નીશમના ટીમમાં સમાવેશ પર ખુશી વ્યક્ત કરતા, ગ્લાસગો કોસ્મિકના સહ-માલિક અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ઓપનર મેથ્યુ હેડને (Matthew Hayden) જણાવ્યું હતું કે, “જીમી નીશમ એક એવો ખેલાડી છે જે એકલા હાથે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેની ઓલરાઉન્ડ કુશળતા અને આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ અમારી ટીમ ગ્લાસગો કોસ્મિક માટે ઉદ્ઘાટન સીઝનમાં અમૂલ્ય સાબિત થશે.”

હેડને વધુમાં ઉમેર્યું હતું કે, નીશમ જેવા અનુભવી ખેલાડીના આવવાથી ટીમના યુવા અને ઉભરતા ખેલાડીઓને પણ ઘણું બધું શીખવા મળશે.

- Advertisement -

nw0.jpg

પ્રથમ સીઝનમાં જ ચમકવા ગ્લાસગો કોસ્મિક સજ્જ

ગ્લાસગો કોસ્મિક ETPL ની સ્થાપક ફ્રેન્ચાઇઝીઓમાંની એક છે. ફ્રેન્ચાઇઝી મેનેજમેન્ટે શરૂઆતથી જ એક એવી સંતુલિત ટીમ બનાવવાની રણનીતિ અપનાવી છે, જેમાં અનુભવી આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ અને સ્થાનિક ઉભરતી પ્રતિભાઓનું ઉત્તમ મિશ્રણ હોય. તેમનો મુખ્ય હેતુ માત્ર સ્પર્ધા કરવાનો જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે એક મજબૂત ઓળખ ઉભી કરવાનો છે.

યૂરોપિયન T20 પ્રીમિયર લીગને યુરોપિયન ખંડમાં ક્રિકેટના રમતને પ્રોત્સાહન આપવા અને તેનો વિસ્તાર કરવા માટેનું એક ઐતિહાસિક પગલું ગણવામાં આવી રહ્યું છે. આ લીગના માધ્યમથી યુરોપના સ્થાનિક ખેલાડીઓને વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો અને તેમની સાથે રમવાનો અદ્ભુત અનુભવ મળશે.

Share This Article