કચ્છમાં ભૂકંપઃ ભૂકંપનું કેન્દ્ર દુધઇથી 15 કિમી દૂર નોંધાયું હતું. દુધઈમાં ગઈકાલે રાત્રે 12:18 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
શુક્રવાર, 1 સપ્ટેમ્બરે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે 8.45 કલાકે કચ્છના દુધઇમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દુધઈથી 15 કિમી દૂર નોંધાયું હતું. દુધઈમાં ગઈકાલે રાત્રે 12.18 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.