Sakshi On MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહ હંમેશા તેને સપોર્ટ કરે છે, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર બેટિંગ કર્યા બાદ હવે સાક્ષીએ ધોનીને ટ્રોલ કર્યો છે. સાક્ષીએ તસવીર શેર કરતી વખતે ખૂબ જ ફની કમેન્ટ કરી છે.
IPL 2024માં ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનેના નામની જોરદાર ચર્ચા થઈ રહી છે. માહીએ દિલ્હી કેપિટલ્સ સામે એવી શાનદાર ઇનિંગ રમી કે દરેક તેના વખાણ કરતાં થાકતા નથી. આ મેચ ભલે ચેન્નાઈ સુપર કિંગ્સ હારી ગઈ હોય, પરંતુ ધોનીએ બધાના દિલ જીતી લીધા હતા. જો કે મેચ બાદ ધોનીને ‘સ્ટ્રાઈકર ઓફ ધ મેચ’ ટ્રોફી આપવામાં આવી હતી, જે બાદ તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ પોતાનો ફોટો શેર કરતા ખૂબ જ ફની કમેન્ટ કરી છે.
ધોનીની તોફાની બેટિંગ જોઈને માત્ર ચાહકો જ નહીં પરંતુ તેની પત્ની સાક્ષી પણ ખુશ થઈ ગઈ હતી. સાક્ષીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેમાં ધોની એવોર્ડ લેતો જોવા મળી રહ્યો છે. કોમેન્ટ કરતાં સાક્ષીએ લખ્યું, ‘મને ખ્યાલ પણ નહોતો કે અમે મેચ હારી ગયા.’ સાક્ષીએ પણ ઋષભ પંતનું સ્વાગત કર્યું હતું. સાક્ષીની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
The Punch.ev Electric Striker of the Match between @DelhiCapitals & @ChennaiIPL goes to MS Dhoni#TATAIPL | @Tataev | #PunchevElectricStriker | #BeyondEveryday | #DCvCSK pic.twitter.com/xcxMA7zOhS
— IndianPremierLeague (@IPL) March 31, 2024
ધોનીએ શાનદાર ઇનિંગ રમી હતી
તમને જણાવી દઈએ કે IPL 2024માં ધોની ફરી એક વખત પોતાની મજબૂત બેટિંગ ટચમાં પરત ફર્યો છે. ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લી ઓવરમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોનેએ 16 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગે CSKને હારનું દુ:ખ પણ ભુલાવી દીધું. માહીનો આ અવતાર જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.