૩ બોલમાં ૨ રન અને હાર… ૨૦૧૬ વર્લ્ડ કપના એ પરાજય પર મહમુદુલ્લાહનું દર્દ છલકાયું

3 Min Read

‘તે રાત્રે હું ખૂબ રડ્યો હતો’ ભારત સામેની હારના 10 વર્ષ બાદ બાંગ્લાદેશી દિગ્ગજ ખેલાડીએ ઠાલવ્યું દર્દ

વર્ષ 2016ના ટી20 વર્લ્ડ કપમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી તે રોમાંચક મેચ આજે પણ ક્રિકેટ પ્રેમીઓના મનમાં તાજી છે. તે મેચમાં બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લી ત્રણ લાઈટમાં માત્ર 2 રનની જરૂર હતી, છતાં ટીમ 1 રનથી હારી ગઈ હતી. હવે આ હારના લગભગ 10 વર્ષ બાદ બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર મહમુદુલ્લાહએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તે હારનું દર્દ તેમને આજે પણ સતાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યાના એક વર્ષ બાદ તેમણે આ મેચને પોતાની કારકિર્દીનો સૌથી મોટો પાઠ ગણાવ્યો છે.

ban.jpg

- Advertisement -

હોટલ પહોંચ્યા પછી પણ રોતા રહ્યા ખેલાડીઓ

‘સિમ્પલી સઈદ’ નામના પોડકાસ્ટમાં વાત કરતા મહમુદુલ્લાહ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, “મને સમજાતું નથી કે ભારત સામેની તે મેચમાં શું થયું હતું. તે ક્ષણ અત્યંત દુઃખદ અને દિલ તોડી નાખનારી હતી. અમે મેદાન પર જ રડવા લાગ્યા હતા. એટલું જ નહીં, જ્યારે અમે હોટલ પર પાછા ફર્યા ત્યારે પણ હું અને મુશફિકુર રહીમ કલાકો સુધી રડ્યા હતા. ટીમમાં એવા ઘણા ખેલાડીઓ હતા જેમના આંસુ રોકાતા નહોતા, કારણ કે અમે ભારતને હરાવવાની ખૂબ જ નજીક પહોંચી ગયા હતા.”

બાઉન્ડ્રી મારવાની લાલચ સૌથી મોટી ભૂલ હતી

પોતાની ભૂલનો સ્વીકાર કરતા મહમુદુલ્લાહે જણાવ્યું કે તે મેચ તેમના માટે જીવનનો સૌથી મોટો સબક બની રહી. તેમણે ઉમેર્યું, “તમારે મેચને છેલ્લી બોલ સુધી લઈ જઈને તેને ફિનિશ કરવાની હોય છે. તે ક્ષણે મેં વિચાર્યું કે જો હું એક બાઉન્ડ્રી મારી દઈશ તો અમે આસાનીથી જીતી જઈશું. સાચું કહું તો, તે મારી સૌથી મોટી મૂર્ખામી હતી.” ઉલ્લેખનીય છે કે તે મેચમાં એમ.એસ. ધોનીએ છેલ્લી ઘડીએ જે રીતે રનઆઉટ કર્યો હતો, તેણે બાંગ્લાદેશના મોઢામાંથી જીત છીનવી લીધી હતી.

- Advertisement -

ban1.jpg

બેટિંગ ક્રમના બલિદાન અંગે પણ મૌન તોડ્યું

આ પોડકાસ્ટ દરમિયાન મહમુદુલ્લાહે પોતાના બેટિંગ ક્રમ વિશે પણ મહત્વની વાત કરી. તેમણે જણાવ્યું કે તેમની ઈચ્છા હંમેશા ચોથા કે પાંચમા નંબરે બેટિંગ કરવાની હતી, પરંતુ ટીમના હિત માટે તેમનો ક્રમ વારંવાર બદલવામાં આવતો હતો. તેમણે દાવો કર્યો કે, “ટીમ માટે બેટિંગ પોઝિશનના મામલે મેં જેટલા બલિદાન આપ્યા છે, તેટલા કદાચ જ કોઈએ આપ્યા હશે. મારી પોતાની પસંદગી હતી, છતાં મેં ક્યારેય ફરિયાદ નથી કરી. મને એ વાતની ખુશી હતી કે હું ટીમની જરૂરિયાત મુજબ રમી શક્યો.”

Share This Article