મહેસાણા માં કાર્યક્રમ કરે તે પહેલાં જ આપ ના ગોપાલ ઇટાળીયા ની પોલીસે વહેલી સવારે અટકાયત કરી લેવામાં આવી છે પરિણામે પોલીસ મથક બહાર આપ ના કાર્યકરો એકત્ર થઈ ગયા હતા.રાજ્ય માં વિધાનસભા ની ચુંટણીઓ પૂર્વે રાજકીય પક્ષો પોત પોતાની રીતે મતદારો વચ્ચે જઈને પોતાની વાત મૂકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ ફૂલ તૈયારીઓ શરૂ છે અને જનતા વચ્ચે જઇ પોતાની પાર્ટી ને મજબૂત કરવા આહવાન કરી રહયા છે તેવા સમયે મહેસાણા ખાતે આજે જનસેવા સંવદેના મુલાકાતના બીજા ચરણની શરૂઆત ના ભાગરૂપે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા જિલ્લાના અલગ-અલગ સ્થળોની મુલાકાત લે તે પહેલાં જ એટલે કે મહેસાણામાં એન્ટ્રી કરી કે તરત જ ટોલ ટેક્ષ ઉપર જ તેમની અટકાયત કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાની અટકાયતના પગલે ‘આપ’ના કાર્યકરોમાં આક્રોશ જોવા રહ્યો છે. આ અંગે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ઉમિયા માતાજીના દર્શન કરીને મહેસાણા ના જુદાજુદા ગામો ની મુલાકાત કરનાર હતા તે પહેલાં જુના કેસ માં ઇટાલિયા ની અટકાયત થતા પોલીસ મથકે કાર્યકરો પહોંચ્યા હતા. ગોપાલ ઇટલીયા અને ઇસુદાન ગઢવી આજે મહેસાણા જિલ્લાના ઉનાવા ,સતલાસણા, કુકરવાડાં, બાકરપુરા,વિસનગર ખાતે આજે દિવસ ભર જન સંવેદના મુલાકાત યોજવાના હતા. જોકે મહેસાણા તાલુકા પોલીસે ગોપાલ ઇટલીયા ની અટકાયત કરતા આ મુદ્દે રાજકારણ ગરમાયુ છે.