સમાજ માં બનતી કેટલીક ઘટનાઓ આંખ ઉઘાડનારી હોય છે આવોજ એક કિસ્સો મહેસાણા માં બન્યો છે.
મહિલા ની જાણ બહાર સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી ફોટો પોસ્ટ કરીને નીચે બિભત્સ લખાણ લખનાર મહેસાણા ના ગોઝારીયા ના એક ઇસમ ની પોલીસે ધરપકડ કરી હતી આ ઘટના માં સોશ્યલ મીડિયા માં ફ્રેન્ડ બનાવતા પહેલા સો વાર વિચાર કરવો તેવી વાત બહાર આવી હતી.
વિગતો મુજબ, વૈશાલી એ (નામ બદલ્યું છે) 20મી ઓગસ્ટ 2021ના રોજ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલતા તેને પોતાના જ ફોટો સાથે અન્ય નામથી એકાઉન્ટ મળ્યું હતું. તેણે ફેસબુક પર તપાસ કરતા ત્યાં પણ આ પ્રકારનું એકાઉન્ટ બનેલું હતું જેની નીચે અશ્લીલ લખાણ લખેલું હતું. આથી વૈશાલી એ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે આ ફેક એકાઉન્ટની તપાસ હાથ ધરી મોબાઈલ નંબરના આધારે મહેસાણાના પંકજ ઉર્ફે વિપુલ પટેલ ની અટકાયત કરી પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે હાલમાં ગોઝારીયા ગામે છેલ્લા એક વર્ષથી ખેતી કરે છે. આ અગાઉ દસેક વર્ષથી અમેરીકાના ન્યુજર્શી માં રહેતો હતો. ફેસબુક મારફતે તેની ઓળખાણ વૈશાલી સાથે થતા મિત્રતા થતા બન્ને વચ્ચે વાતચીત થતા વૈશાલી ના સાસરીમાં ખબર પડતા વૈશાળીના છૂટાછેડા થઈ ગયા હતા જેથી વૈશાલી એ પંકજ સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. આથી બદલો લેવા પંકજે તેને બદનામ કરવા તેના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવા અંગે કબૂલાત આપતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.