મોરબી પાલિકાના બોગસ સર્ટિ.ના આધારે વલસાડમાં જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ પ્રકરણમાં બે રોજમદાર કર્મીઓની સીધી સંડોવણી ખુલતાં બંનેને તાત્કાલિક ફૂટી છૂટા કરી દેવામાં આવ્યા હતા.ત્યારબાદ પાલિકામાં વધુ કોઈ આવા બનાવ ન બને તે માટે સાવચેતી રૂપે જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવતા ૧૨ જેટલા રોજમદાર કર્મીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે
મોરબી પાલિકાના જન્મ-મરણ વિભાગમાંથી બોગસ સર્ટી કાઢી તથા અન્ય બોગસ ડોક્યુમેન્ટના આધારે કેટલાક શખ્સોએ વલસાડમાં જમીન કૌભાંડ કર્યું હોવાનો પર્દાફાશ થયો હતો. ખાસ કરીને પાલિકામાં બોગસ ડેથ સર્ટિફિકેટ પ્રકરણમાં અનેકના પગ તળે રેલો આવ્યો હતો. જોકે વલસાડ પોલીસે આ તમામ બોગસ ડોક્યુમેન્ટમાં જે નામો ખુલ્યા હતા તેમની અટકાયત કરીને સઘન પૂછપરછ કરી છે.
બોગસ ડેથ સર્ટી પ્રકરણ બહાર આવતા પાલિકાએ બે રોજમદાર કર્મચારીઓને છૂટા કરી દીધા હતા આ પ્રકરણમાં વલસાડ પોલીસે એક કાઉન્સિલ તથા પાલિકાના બે થી વધુ કર્મચારીઓની પૂછપરછ કરીને તેમની પાસેથી ખુલાસો માંગ્યો હતો ત્યારે ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા એ પાલિકાની જુદી જુદી શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની જગ્યાઓ ફરજ બજાવતા ૧૨ જેટલા રોજમદાર કર્મચારીઓને છૂટા કરી દીધા છે જોકે આ રોજમદાર કર્મચારીઓની બોગસ ડેથ સર્ટીમાં ભલે સંડોવણી ન હોય પરંતુ પાલિકામાં વધુ કોઈ બોગસ કાંડ ન થાય તે માટે સાવચેતી રૂપે ૧૨ કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.
હાલ આ ખાલી જગ્યા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકામાં સ્ટાફ ઓછો છે ત્યારે આટલા રોજમદાર કર્મચારીઓને છૂટા કરાતાં કામગીરીમાં વિપરીત અસર પડશે કે કેમ તે સમય બતાવશે.
