મોરબી : માળીયા નજીક આજે વહેલી સવારે છોટા હાથીમાં ગાંધીધામ થી સુરેન્દ્રનગર જઈ રહેલા મુસ્લિમ પરિવારને અકસ્માત નડતાત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે ૧૧ વ્યક્તિને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે મોરબીનો મુસ્લિમ પરિવાર છોટાહાથી વાહનમાં ગાંધીધામ થી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે માળિયાના હરિપર નજીક અચાનક જ છોટાહાથીનું ટાયર ફાટતા વાહન ડિવાઈડર પર ચડી જઇ પલટી મારી ગયું હતું.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે છોટાહાથીમાં સવાર સમલીબેન ઇસ્માઇલભાઈ આમદાણી,ઉ.૧૮ રે.સુરેન્દ્રનગર તથા સલીમ ઇસભાઈ ભટ્ટી, ઉ.૨૫, રે. હાઉસિંગ બોર્ડ ધ્રાંગધ્રાવાળા, બચુબેન ઇસ્માઇલભાઈ (ઉ.વ। 80)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વધુમાં માળીયાના હરિપર ગોળાઈ નજીક છોટા હાથી પલટી જવાને કારણે ત્રણ વ્યક્તિના મોત થવાની સાથે સાથે ૧૧ વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં ઇજા પામેલાઓમાં નાગોરી સીદીકભાઈ મોવર, નિલેશ આદોદારીયા, રહીમ ઇસાભાઈ ભટ્ટી, રે.ધ્રાંગધ્રા, લાયમાં, રે. સુરેન્દ્રનગર, સાનિયા અલ્લારખા, રે.વિદરકા, શેરબાનું અયુબભાઇ, અયુબભાઇ ઇસ્માઇલ, ઇમરાન સામનાણી, કુલસુમ સંઘવાણી,રે. સુરેન્દ્રનગર, હિતેશ નકુમ રે.ધ્રાંગધ્રા, સાનિયા સંઘવાણી,રે.વિદરકા, ઝુંબેદા ગિલાભાઈ, રે. માળીયા, નસીમાબેન અલરખા સંઘવાણી, વિદરકા, અફસાના યુનુસભાઈ ભટ્ટી, રે.સુરેન્દ્રનગર, જન્મતબેન જુસબભાઈ ભટ્ટી, રે. ધ્રાંગધ્રા ને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.